નવલા નોરતાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ટંકારા શહેર મધ્યે આવેલ દરબારગઢ ખાતે રાજબાઈ ગરબીની બાળાઓ દ્વારા દરરોજ રાત્રે પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. જે બાળાઓ રિહર્સલ કરી અવનવા રાસ-ગરબા રજૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી રહી છે.
માં ના આરાધનાના દિવસો એટલે નવરાત્રિ. જેમા ટંકારા રાજબાઈ ગરબી મંડળ દયાનંદ ચોક ખાતે આવેલા રાજબાઈના કોઠે ભાટીયા પરીવાર દ્વારા ગરબીની બાળાઓને નવા ગરબા શિખાડવા માટે પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. જેમા ભુવા રાસ, મોહન રાસ, ત્રણ તાલી, લાડલી, રાસ ગરબા ની પ્રેકટીસ શરૂ કરી દેવામાં આવી છે. બાળાઓને અવનવા રાસ-ગરબા શીખવવા માટે આશર રિધ્ધી, આશર સિધ્ધી, શ્રૈયા રાવલ સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ટંકારાની પૌરાણીક રાજબાઈ ગરબીને 72 વર્ષ પૂર્ણ થશે ત્યારે હજુ પણ જુની પરંપરા જીવંત રાખવા આધુનિકતા સાથે ઐતિહાસિકનો સમન્વય રાજબાઇ ગરબી દ્વારા સાંધી રાખવામાં આવ્યો છે.