ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલ ઉમાવંશી પોલિમર્સ નામના કારખાનાની ઓફિસમાંથી જુગાર રમતા ત્રણ શખ્સોને ટંકારા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૫૮,૦૦૦ સહિત કુલ રૂ.૨.૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ટંકારા તાલુકા પોલીસે ખાનગીરાહે મળેલી બાતમીના આધારે ટંકારા-લતીપર રોડ ઉપર જબલપુર ગામની સીમમાં આવેલ ઉમાવંશી પોલીમર્સ નામના કારખાનાની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. બાતમી અનુસાર સંજયભાઈ દુર્લભજીભાઈ પટેલ નામનો શખ્સ ઓફિસમાં બહારથી માણસો બોલાવી તીનપત્તીનો જુગાર રમાડતો હતો. પોલીસે દરોડા દરમિયાન જુગાર રમતા સંજયભાઈ દુર્લભજીભાઈ ચારોલા ઉવ.૪૨ રહે. સરદારનગર ટંકારા, પ્રીન્સભાઈ પ્રવિણભાઈ લો ઉવ.૨૩ રહે. ગાયત્રીનગર રૂપાવટી સોસાયટી ટંકારા તથા શાંતીલાલ મગનભાઈ લો ઉવ.૪૭ રહેવાસી ખડીયાવાસ ટંકારા એમ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓની પાસેથી ટંકારા પોલીસે રોકડા રૂ.૫૮,૦૦૦/-, પાંચ મોબાઇલ ફોન કિં.રૂ.૩૦,૦૦૦/- તથા એક વેન્ટો કાર રજી.નં. જીજે-૩૬-એજે-૪૧૦૯ કિં.રૂ.૨,૦૦,૦૦૦/- એમ કુલ રૂ.૨,૮૮,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ટંકારા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.