Monday, September 8, 2025
HomeGujaratટંકારા: ખીજડીયા ગામે ખેતરમાં જુગાર રમતા ત્રણ પકડાયા, બે નાસી છૂટ્યા

ટંકારા: ખીજડીયા ગામે ખેતરમાં જુગાર રમતા ત્રણ પકડાયા, બે નાસી છૂટ્યા

ટંકારા તાલુકાના ખીજડીયા ગામથી ઘુનડા ગામ જવાના રસ્તે આવેલ ખેતરમાં ટંકારા પોલીસે બાતમીને આધારે રેઇડ કરી તીનપત્તિનો જુગાર રમતા ૩ જુગારીને રોકડા રૂ.૬૮,૭૦૦ તથા ૫ નંગ મોબાઇલ સહિત રૂ.૯૦,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે, રેઇડ દરમિયાન ૨ જુગારી નાસી જતા કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ ટીમ દ્વારા ખીજડીયા ગામથી ઘુનડા જવાના રસ્તે આવેલ ખેતરમાં જુગાર અંગે રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન જુગારીઓમાં નાસભાગ થતા બે ઈસમો ભાગી છૂટ્યા હતા. જ્યારે ત્રણ ઈસમો પકડાઈ ગયા હતા, જેમાં નરેશભાઈ મોહનભાઈ માણસુરીયા ઉવ.૫૭ રહે. રવાપર ગામ શિવાલીક હાઈટસ મોરબી, મહાદેવભાઈ કાનજીભાઈ મગુનીયા ઉવ.૫૪ રહે. રામેશ્વરનગર ગામ ચાંચાપર તા. મોરબી તથા નીતીનકુમાર મનુભાઈ પનારા ઉવ.૩૯ રહે. સરખેજ ઉજાલા ચોકડી માવજીપુરા સોસાયટી તેળવાડી તા.અમદાવાદ વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે બે આરોપી બીપીનભાઇ ઠાકરશીભાઈ પટેલ રહે.નાના ખીજડીયા તા.ટંકારા તેમજ જયેશભાઇ મનસુખભાઇ પ્રજાપતિ રહે.કામરેજ સુરત શહેર વાળા બંને ઈસમો પોલીસને દૂરથી આવતા જોઈ નાસી ભાગી ગયા હતા. બીજીબાજુ ટંકારા પોલીસે દરોડા દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૬૮,૭૦૦/- તથા ૫ નંગ મોબાઇલ કિ.રૂ. ૨૨,૦૦૦/- સહિત રૂ.૯૦,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!