ટંકારા પોલીસે રોકડા ૧.૫૯ લાખ, ત્રણ મોબીક સહિત ૧.૭૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સજનપરથી ઘુનડા તરફ જવાના રસ્તે ખારાવાડના નાલા પાસે જાહેરમાં જુગાર રમતા ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, પોલીસને દૂરથી આવતા જોઈ જુગારીઓમાં નાસભાગ મચી ગયી હતી, દરમિયાન બે ઈસમો નાસી છૂટ્યા હતા જ્યારે ત્રણ જુગારીને પકડી લેવામાં આવ્યા હતા, પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧.૫૯ લાખ તેમજ ૩ નંગ મોબાઇલ સહિત કુલ ૧.૭૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સજનપર થી ઘુનડા જતા રસ્તે તળાવના કાચા માર્ગે ખારાવાડના નાલા પાસે બાવળની કાંટમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા મનોજભાઈ ચુનીલાલભાઈ ઠાકર ઉવ.૩૫ રહે. રવાપર ગામ તા. મોરબી, વિશાલભાઈ દેવદાનભાઈ ડાંગર ઉવ.૨૯ રહે. રવાપર ગામ તા. મોરબી તથા ભાવેશભાઈ ભગવાનજીભાઈ મેરજા ઉવ.૩૯ રહે. મોરબી પંચાસર રોડ રાજનગર વાળાને ઝડપી લીધા હતા, જ્યારે બે આરોપી હિરેનભાઈ ચાડમીયા અને માધવભાઈ ભાલોડિયા રહે. મોરબી વાળા પોલીસનીબ્રેડ દરમિયાન ભાગી છૂટ્યા હતા. જેથી તે બંને આરોપીઓને ફરાર દર્શાવ્યા હતા. બીજીબાજુ પોલીસે જુગારના પટ્ટમાંથી ત્રણ નંગ મોબાઇલ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂ.૧,૫૯,૦૦૦/- સહિત રૂ.૧,૭૯,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.