પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ઉગમણા નાકા નજીક રહેતા દેવજીભાઈ કેશુભાઈ સારેસા(ઉં.વ.૨૭) એ આરોપીઓ જયેશભાઈ ટપુભાઇ જાદવ, ઉસ્માન ગનીભાઈ મકવાણા, સીકંદર રફિકભાઈ રહે બધા ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી દેવજીભાઈ પોલીસને બાતમી આપતા હોય તેવો વહેમ રાખીને લતીપર ચોકડી પાસે આરોપીએ લાકડાના ધોકા તથા ઢીકાપાટુનો માર મારી ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જાતી પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે ત્રણ ઈસમો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.