ટંકારા તાલુકાના અમરાપર ગામે ખેડૂતની સહકારી મંડળીની ચુંટણી માટે મતદાન થયા બાદ પરીણામમાં ત્રણ બેઠક ટાઇ થતાં પરોજણ સર્જાઈ હતી. ત્યારે રિકાઉટિંગ બાદ વિરૂદ્ધ પરિણામ આવતા હરીફ ઉમેદવારોએ રોજકામમાં સહિ ન કરી અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ગણતરી લવાદમા લઈ જવાની કાતર પેનલ દ્વારા તૈયારી દેખાડવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાના અમરાપર ગામે આવેલ સેવા સહકારી મંડળીના પ્રમુખ સહિતના 15 સભ્યો માટે 25 જુલાઈના રોજ ચુંટણી યોજાઈ હતી. જેમાં 418 સભાસદ મતદારો માંથી 406 ખેડૂતોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે ચુંટણીની બપોર બાદ ગણતરી કરવામાં આવી હતી જેમા ચુંટણી અધિકારી તરીકે યુ એ કડિવાર દ્વારા નિયમોનુસાર બેલેટ પેપરમાં ત્રણ ઉમેદવારો વચ્ચે ટાઈ થતાં રિકાઉન્ટિંગ ગણતરી કરી પરીણામ જાહેર કરતા કુકર નિશાન વાળા જુથના 15 સભ્યો માથી 10 સભ્યો ચુંટાઈ આવ્યાનું જાહેર કર્યું હતું. ત્યારે કાતર પેનલના 5 સભ્યો વિજેતા જાહેર થતા અનેક સવાલો સાથે કાતર પેનલે કુકરી ગાંડી કરી હતી. અને પરીણામમાં પંચરોજ કામમા સહિ કરવાની ના પાડી સક્ષમ અધિકારીની હાજરીમાં ફરી મતગણતરી કરવાની માગણી કરી લેખિત રજૂઆત કરતા મામલો ચકરાવે ચડયો છે. તેમજ કાતર પેનલે મત ગણતરીમાં ગોલમાલના આક્ષેપ લગાવ્યા છે. બિજી તરફ ચુંટણી અધિકારી કડીવાર સાથે ટેલિફોન સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે નિયમોનું પાલન કરી પરીણામ જાહેર કર્યુ છે. હાજર ઉમેદવાર અને પોલીસ સહિતના સ્ટાફની હાજરીમાં રોજકામ કર્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ બેઠક ટાઈ થતા રિકાઉટિંગ બાદ પરીણામ અલગ આવતા ભારે રોષ ફેલાયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતી સલામતી બની રહે માટે અગાઉથી પોલીસને જાણ કરતા ટંકારા પિએસઆઈ સેડા, જમાદાર સિદિકીભાઈ અને રાઈટર બિપીનભાઈ પટેલે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર ચંદુભાઈ જીઆરડી જવાનો સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.