Sunday, October 6, 2024
HomeGujaratટંકારા ગામ પંચાયતને નગરપાલિકા ના દરજ્જા બાદ કોમન કેડર અધિકારીની નિમણુંક કરવામાં...

ટંકારા ગામ પંચાયતને નગરપાલિકા ના દરજ્જા બાદ કોમન કેડર અધિકારીની નિમણુંક કરવામાં આવી

થોડા સમય પહેલા જ ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મોત્સવ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટંકારા ની વર્ષો જૂની માંગણીને સ્વીકારીને ટંકારાના પંચાયત માંથી નગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.જેં બાદ ટંકારા ગ્રામ પંચાયત ને નગરપાલિકામાં રૂપાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.જેને અનુસંધાને હવે અધિકારીઓને નિમણૂક પણ આપી દેવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ટંકારા નગરપાલિકાના ચિફ ઓફિસર તરીકે ગીરિશ સરૈયા, મ્યુનિસિપલ ઈજનેર તરીકે વિવેક ગઢીયા, મ્યુનિસિપલ ડે. એકાઉન્ટન્ટ તરીકે સોનલબેન કાચા ને ચાર્જ સોંપવામાં આવ્યો છે.ટંકારા નગરપાલિકા નું નોટિફિકેશન બહાર પાડયું ત્યારે જ વહિવટદાર તરીકે ટંકારા મામલતદાર કેતન સખિયાને કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ ચિફ ઓફિસર ફાળવ્યા ન હોય હજુ સુધી કામગીરી હાથ ધરવામાં આવી ન હતી ત્યારે આજે પ્રાદેશિક કમિશનર કચેરી ના આઈએએસ મહેશ એસ જાની દ્વારા વધારાના કામ સાથે વહિવટી સરળતા માટે ટંકારા નગરપાલિકા માં અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!