Tuesday, November 26, 2024
HomeGujaratટંકારા ગામ પંચાયત બજેટ મામલો : બન્ને પક્ષે પંચાયત ધારાની ધારદાર દલીલો...

ટંકારા ગામ પંચાયત બજેટ મામલો : બન્ને પક્ષે પંચાયત ધારાની ધારદાર દલીલો ઉપર ફેસલો લટકયો!

બાગી સભ્યને બચાવવા માટે વિરોધીના ધમપછાડા તો સરપંચ જુથે સહકાર થકી સબ સલામત કરવા કેડો કંડારયો

- Advertisement -
- Advertisement -

ટંકારા યુવા ટિમ આગામી ચુંટણી ની તૈયારીમાં લાગ્યું એક એક કામ નામ ઠામ ધામ ઝામ હામ સહિતની ફોર્મ્યુલા હેઠળ બેઠક ચાલું.

14 સભ્યો ધરાવતી ટંકારા ગામ પંચાયતની બે વર્ષ અગાઉ ચુંટણી જંગ ખરા ખરીનો જામ્યો હતો અને એક તરફ રિટાયર્ડ શિક્ષક ગોરધન ખોખાણી જ્યારે બિજી તરફ યુવા એડવોકેટ સિરીઝ અબ્રાણી વચ્ચે સિધ્ધી ટક્કર જોવા મળી હતી અને ગોરધન ખોખાણી જીત્યા બાદ પણ 14 સભ્ય માથી સરપંચ જુથના 6 જ્યારે સામે પક્ષે 7 અને અપક્ષના એક સભ્ય ચુટાયા હતા અને બાદમાં ઉપ સરપંચ બનવાની ધડી વખતે રોપાયેલા આંતરિક કલેહ કણ કણ થકી કમરતોડ બન્યો હોય એમ સરપંચ જુથના સભ્યો પૈકી એક રાજીનામું અને એક નારાજ હોવાનું પારખી સામા પક્ષે મોકા પર ચોકો ફટકારી ઓણુકુ બજેટ રજુ કરે ત્યારે નામંજુર માટે મતદાન કરી પંચાયત સુપરસિટ કરવાની પૈરવી કરી હોય આ મુદ્દે હાલે પંથકના રાજકારણ મા હડકંપ મચી જવા પામી છે.

વાત આટલેથી ન અટકતા સરપંચ વિરોધનુ જુથે ગત બે સામાન્ય સભા બેઠકમા બજેટ સહિતના મુદા નામંજુર કર્યા બાદ સરપંચને પોતાની જમીન જતી હોય એમ લાગતું હોય હાલે બંધારણીય જોગવાઈ મુજબ અનેક રજૂઆતો અને કાર્યવાહી હાથ ધરી છે આ વચ્ચે આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા એક સભ્ય ને સસ્પેન્ડ કરી દીધા છે જ્યારે એક મહિલા સભ્ય ઉપર પણ સરપંચે કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. એટલુ જ નહી પેટાળમાં પડેલ ને ખોદવાનું કામ થાય એમ અંદરખાને અઠળક દાવપેચ થઈ રહા છે જે આગામી દિવસોમાં બન્ને પક્ષની કેટલી તાકાત છે એ નક્કી કરશે. પરંતુ આ ધટના પગલે અનેક પિઠ રાજકીય અગ્રણી હાલતો બજારમાં આવી ગયા છે અને અનેક નેતાઓ બનવાના સપના ચકના ચુર પણ થઈ ગયા છે. સાથો સાથ ગામનુ શાંતિ અને સહયોગનુ વાતાવરણ ઝળવાઈ એવી સુફીયાણી વાતો તો ક્યાંક લડી લેવાની વાતો સાથે પંથકમા આ મુદો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!