ટંકારાના મોરબી હાઇવે ઉપર આવેલ દયાનંદ નામના કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા મુળ રહે.રનાગામ તા.લાલગંજ જી.રાયબરેલી (ઉતરપ્રદેશ)ના વતની અનુજ જયમલ કુશવાહ ઉવ.૨૫ એ પોતાની મેળે કોઇ અગમ્ય કારણોસર ચપ્પુ જેવા ધારદાર તીક્ષ્ણ સાધન વળે ગળાના ભાગે પોતાને પહેલા ઇજા પહોંચાડીને ત્યારબાદ ત્રીજા માળ જેટલી ઉંચાઇએથી નીચે પડતુ મુકીને માથાના ભાગે મરણતોડ ઇજા પહોંચાડીને મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હોય, ત્યારે સનાગર બનાવ અંગે પોલીસને જાણ કરતા, ટંકારા પોલીસ સ્થળ ઉલર પહોંચી મરણજનારની લાશ પર સ્થળ ઉપર ઇન્કવેસ્ટ પંચનામું ભરી, લાશનુ રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે ફોરેન્સીક પી.એમ.કરાવવામાં આવ્યું હતું. ત્યારે ફોરેન્સિક લેબોરેટરીના અહેવાલમાં મૃતક અનુજભાઈનું મોત માથાના ભાગે હેમરેજ થઇ જતા તેમજ ગળાના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે ઇજા થતા મૃત્યુ નિપજ્યાનું સામે આવ્યું હતું, હાલ ટંકારા પોલીસે મૃત્યુના બનાવની અ. મોતની એન્ટ્રી કરી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.