ટંકારાના ઉગમણા નાકા પાસે એક યુવાન વર્લી મટકાનો નસીબ આધારિત જુગાર રમતો ઝડપાયો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ. ૩૦૦ તથા જુગારના સાહિત્ય સાથે કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા ટાઉનના ઉગમણા નાકા નજીક સ્મશાન પાસે વડના ઝાડ નીચે જાહેરમાં નસીબ આધારિત વર્લી મટકાનો જુગાર રમતો નવઘણ દાદુભાઈ ચૌહાણ ઉવ.૨૨ રહે. ટંકારા-કલ્યાણપર રોડ, આશાબા સોસાયટીવાળો પોલીસ ઝપટે ચડ્યો હતો. ટંકારા પોલીસ આરોપી પાસેથી રોકડા રૂ. ૩૦૦/- અને જુગાર રમવા ઉપયોગમાં લેવાતું સાહિત્ય કબ્જે કરી તેની વિરુદ્ધ જુગાર અધિનિયમ હેઠળ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.