મોરબીમાં અકાળે મોતની ધટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ બે બનાવો અકાળે મોતનાં નોંધાયા હતા. જેમાં એક બનાવમાં ટંકારાના યુવકનુ હૃદય રોગનો હૂમલો આવતાં તો અન્ય બનાવમાં યુવતીનું ગળેફાંસો ખાઈ લેતાં મોત નિપજયું છે.
પ્રથમ બનાવમાં, સ્ટાર પોલીપેક કંપનીની ઓરડીમાં રહેતાં ખુંદુ મહાનંદુ પાટીલ નામના યુવકને પોતાના રહેણાક સ્થળે સવારના છ એક વાગ્યાની આસપાસ હાર્ટએટેક આવતા તેના શેઠ નિરવભાઈ રમેશભાઈ ભાગીયા તેને ટંકારા સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. અને ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, વીશીપરા કુલીનગર-૧ ખાતે રહેતી સાયનાબેન ઇક્બાલભાઇ જામ નામની યુવતીએ ગઈકાલે ભરબપોરે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જતા તેનાં પરિવારજનો તેને તાત્કાલીક મોરબીની આયુષ હોસ્પીટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા. પરંતું મહિલાને પ્રાથમિક સારવાર મળે તે પહેલાં તેનુ મોત નિપજ્યું હતું. જેને લઇ ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.