Saturday, March 14, 2026
HomeGujaratડાયરા કાર્યક્રમ બાબતે ટંકારાના ડાક કલાકારને ફોન પર ધમકી, બે સામે ફરિયાદ...

ડાયરા કાર્યક્રમ બાબતે ટંકારાના ડાક કલાકારને ફોન પર ધમકી, બે સામે ફરિયાદ નોંધાઈ

ટંકારા ખાતે રહેતા ડાક કલાકારને બોટાદ વિસ્તારમાં ડાયરો કરવા જવાના મુદ્દે બોટાદના જ ડાક કલાકાર બે વ્યક્તિઓએ ફોન પર ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ટંકારા ઘેટીયા વાસ ખાતે રહેતા અને ડાક વગાડી ડાયરો કરતા હરેશભાઈ ગુણવતભાઈ પનારાને બોટાદના નીંગાળા ગામના શૈલેષ વિરમભાઈ રાવળ અને હરેશ કણબી દ્વારા ફોન ઉપર ધમકી આપતા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે ફરિયાદ મુજબ ગત તા. ૪ માર્ચ ૨૦૨૬ના રોજ ફરિયાદી હરેશભાઈને આરોપી હરેશ કણબીએ મોબાઈલ પરથી ફોન કરી ગાળો આપી અને બાદમાં આરોપી શૈલેષ રાવળે ફોન પર વાત કરીને બોટાદ વિસ્તારમાં ડાયરો કરવા ન આવવા ચેતવણી આપી હતી.

આરોપીઓએ ફરીયાદીને કહ્યું કે, “અહીં ડાયરો કરવા આવશે તો હાથ-પગ ભાંગી નાખીશું” કહી મારી નાખવાની ધમકી આપી હતી. અગાઉ પણ આરોપી શૈલેષ રાવળ દ્વારા ફોન ઉપર ફરિયાદીને ગાળો અને ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હાલ પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!