Tuesday, November 19, 2024
HomeGujaratટંકારાની પરણિતાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ : સમયસર સારવાર મળી જતા...

ટંકારાની પરણિતાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ : સમયસર સારવાર મળી જતા હાલત હાલ સ્થિર

મોરબી જિલ્લામાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગત તા.૧૦/૦૭/૨૦૨૩નાં સાંજના સમયે ટંકારાની એક પરણિતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેઓને આયુષ હોસ્પિટલ ખાતે સમયસર સારવારમાં ખસેડાતા હાલ પરણિતાની હાલત સ્થિર છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા નદિના કાઠા પાસે સિંકદરભાઇ હાસમભાઇની વાડીએ રહેતા મૂળ એમ.પી.ના પાંગીબેન શેતાનભાઇ નિનામા એ ગત તા.૧૦/૦૭/૨૦૨૩નાં સાંજના સમયે પોતાના ધરે(વાડીએ)કોઇ કારણોસર ઝેરી દવા પી જતા બેભાન હાલતમાં તેના પતિ શેતાનભાઇ નિનામા તેમને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા. ત્યારે તેઓની હાલત સ્થિર છે પરંતુ તેઓ બેભાન હાલતમાં છે. ત્યારે સમગ્ર મામલે આયુષ હોસ્પિટલના ડો. દર્શન પરમાર દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!