Friday, January 10, 2025
HomeGujaratટંકારા ખાતે નિર્માણધીન ઓવરબ્રિજમાં અકસ્માતે ટેન્કર લટકી ગયું: ચાલક હેમખેમ બહાર નીકળ્યો

ટંકારા ખાતે નિર્માણધીન ઓવરબ્રિજમાં અકસ્માતે ટેન્કર લટકી ગયું: ચાલક હેમખેમ બહાર નીકળ્યો

ટંકારા લતીપર ચોકડી ખાતે નવનિર્માણ ઓવરબ્રિજ જાણે અકસ્માતનું ઘર બની ગઈ હોય તેમ અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે આ કામમાં ધતિંગ પંચા દોઢસોની માફક કામગીરી કરવામાં આવતી હોવાની વધુ એક પુરાવો સામે આવ્યો છે.ગત રવિવારે મોટુ બોઈલર ઓવરબ્રિજ ઉપરથી પટકાયા બાદ આજે ટેન્કર અકસ્માતે લટકી ગયું હતું. કોઈ કારણો સર ટેન્કર ચાલકે કાબુ ગુમાવતા ટેન્કર ઓવરબ્રિજમાં વચ્ચોવચ ફિટ થઈ ગયું હતું જેમાં ચાલક પણ લાંબો સમય સુધી હવામાં લટકતા ટેન્કરમાં ફસાતા લોકોના જીવ અધ્ધર થયા હતા ત્યાર બાદ મહામહેનતે ડ્રાંઇવર હેમખેમ બહાર નીકળ્યો હતો.જોકે અકસ્માતને પગલે સદનશીબે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા વાહનોની લાંબી કતારના દ્રશ્યો સર્જાયા હતાં.

- Advertisement -
- Advertisement -

મહત્વનું છે કે નબળી કામગીરી છતા અધિકારીઓ અને નેતાઓ કોન્ટ્રાક્ટરને છાવરતા હોવાથી કોન્ટ્રાક્ટર બેફામ બની કોઈને દાદ ન આપતા હોવાની પણ લોકોમાં રાવ ઉઠી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!