Thursday, November 7, 2024
HomeGujaratટંકારાના ઓટાળા ગામ નજીક ટેન્કર ટ્રકે રીક્ષાને ઠોકરે ચડાવતા પિતાની નજર સામે...

ટંકારાના ઓટાળા ગામ નજીક ટેન્કર ટ્રકે રીક્ષાને ઠોકરે ચડાવતા પિતાની નજર સામે પુત્રનું મોત

હિટ એન્ડ રનની ઘટનામાં રીક્ષા ચાલક સહિત પતિ-પત્ની ઘાયલ

- Advertisement -
- Advertisement -

ટંકારાના લતીપર રોડ ઉપર ઓટાળા ગામ નજીક રીક્ષામાં જઈ રહેલા શ્રમિક પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં અજાણ્યા ટ્રક ટેન્કરે રીક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલક સહિત શ્રમિક પરિવારના પતિ પત્ની તથા તેમના પુત્રને ઇજાઓ પહોંચી હતી., જે પૈકી તેમના પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં ત્રણ ટેન્કર ચાલક અકસ્માત સર્જી તેનું વાહન લઇને નાસી ગયો હતો, હાલ મૃતકના પિતા દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ત્રણ ટેન્કરના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા આગળની તપાસ ચલાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભુજ-માધાપર હાઇવે ઉપર ઇન્ડિયન ગેસ ગોડાઉન પાસે ઝૂંપડામાં રહેતા હાલ મોરબીના રાજપર ગામે આવેલ ફોરમ કંપનીમાં રહેતા પ્રકાશભાઇ પરશોતમભાઇ વાઘેલા ઉવ.૩૯ ગત તા. ૨૫/૦૯ના રોજ તેમની પત્ની બબીબેન તથા પુત્ર વીર સાથે મનસુખભાઈની રીક્ષા રજી.નં. જીજે-૦૩-એડબલ્યુ-૦૪૪૧માં જઇ રહ્યા હોય તે દરમિયાન ટંકારાના લતીપર રોડ ઉપર ઓટાળા ગામ નજીક ટ્રક-ટેન્કરના ચાલકે પોતાનું ટેન્કર પુરગતિએ ચલાવી ઉપરોક્ત રીક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, અકસ્માત સર્જી ટ્રક-ટેન્કર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો, ત્યારે આ હિટ એન્ડ રન અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓ કારણે પ્રકાશભાઈના પુત્ર વીરનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પ્રકાશભાઈ તથા તેમના પત્ની બબીબેન તેમજ રીક્ષા ચાલક મનસુખભાઈને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ત્યારે પોલીસે અજાણ્યા ટ્રક-ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!