Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી પુરવઠા કચેરી દ્વારા ગેરકાયદેસર LPG ગેસનો વેપલો કરતી એજન્સી પર તવાઈ:અનેક...

મોરબી પુરવઠા કચેરી દ્વારા ગેરકાયદેસર LPG ગેસનો વેપલો કરતી એજન્સી પર તવાઈ:અનેક એજન્સીઓ પર કાર્યવાહી

મોરબી જીલ્લામાં આવેલ વિવિધ ગેસ એજન્સી અને દુકાનમાં ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે ગેસનો વેપલો ચાલતો હોવાની ફરિયાદોને પગલે પુરવઠા વિભાગની ટીમે રેડ કરી ત્રણ સ્થળેથી ૩૬૯ ગેસ સીલીન્ડરનો જથ્થો પકડી સીઝ કર્યો છે. તો એક એજન્સીમાં ૧૫૫૩ કોમર્શીયલ સીલીન્ડરની ઘટ સામે આવતા ૭ લાખથી વધુ રૂપિયાનો દંડ ફટકાર્યાનું સામે આવી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પુરવઠા કચેરી ગાંધીનગર અને મોરબીની ટીમ દ્વારા આજે મોરબી જીલ્લામાં આવેલ ગેસ એજન્સીઓ અને દુકાનોમાં દરોડા કરવામાં આવ્યા હતા. જ્યાંથી ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે LPG ગેસનો વેપલો થતો હોવાનું સામે આવતા એજન્સીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રાધે ગેસ એજન્સી ખાતેથી ૧૭૫ સીલીન્ડર સહીત કુલ રૂ ૨,૨૩,૫૨૦ નો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો, કાવ્યા ગેસ એજન્સીમાંથી ૪૩ સીલીન્ડર સહીત કુલ રૂ ૬૦,૦૩૦ ની કિમતનો મુદામાલ સીઝ કરાયો તો ભગવતી એન્ટરપ્રાઈઝમાંથી ૧૫૧ ગેસ સીલીન્ડર સહીત કુલ રૂ ૧,૯૭,૦૫૦નો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે…તે ઉપરાંત સંતવાણી ઇન્ડેન ગેસ એજન્સીમાં ૫ કિલો નેટ વજનના ૧૫૫૩ કોમર્શીયલ સીલીન્ડરની ઘટ મળતા ૭ લાખથી વધુ કિંમતનો દંડ ફટકાર્યો છે તેવી માહિતી પ્રાપ્ત સામે આવી છે. પુરવઠા વિભાગની કામગીરીને પગલે ગેરકાયદે એલપીજી ગેસનો વેપલો કરનાર દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે. જે કામગીરીમાં જીલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા અને મદદનીશ નિયામક રોહિતગીરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જે અંગે હજુ પણ સઘન તપાસ કામગીરી ચાલતી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!