Tuesday, November 19, 2024
HomeGujaratચા મોંઘી પડી!:મોરબીના જેતપર રોડે ચા પીવા ગયેલ આધેડનાં બાઈકની ઉઠાંતરી

ચા મોંઘી પડી!:મોરબીના જેતપર રોડે ચા પીવા ગયેલ આધેડનાં બાઈકની ઉઠાંતરી

મોરબી જિલ્લામાં બાઈક ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. મોરબીમાં રોજ બરોજ ચોરીનાં અનેક બનાવો નોંધાઈ રહ્યા છે. ત્યારે મોરબી તાલુકાનાં સાપર ગામેથી પણ વધુ એક બાઈકની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં જેતપર રોડ પાવડીયારી કેનાલ પાસે ઇન્ડીકા સેનેટરી કારખાનાની લેબર કવાટરમા રહેતા દેવાભાઇ જેઠાભાઇ ચાવડા ગત તા-૨૯/૧૦/૨૦૨૨ ના રોજ સાપર ગામની સીમ જેતપર રોડ પાવડીયારી કેનાલ પાસે કિસ્મત ગેરેજ સામે પોતાની GJ-13-AQ-5482 નંબરની સ્પલેન્ડર પ્લસ બાઈક લઈ ચા પીવા ગયા હતા. જ્યાં તેઓ પાર્કિંગમાં પોતાની બાઇકમાં ચાવી મૂકી ચા પીવા ગયા હતા. જ્યાંથી તેઓ ચા પી પરત આવ્યા ત્યારસુધીમાં કોઈ ઈસમ તેમની બાઈક લઈ રફુચક્કર થઈ ગયો હતો. જેને લઈ ફરિયાળીએ આસપાસના વિસ્તારોમાં તપાસ કરી પોતાની બાઈક શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને બાઈક ન મળતા આખરે આખરે તેને ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!