ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મોટા પ્રમાણમાં હાર્ટ એટેકને કારણે મોતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં હાર્ટ એટેકના કારણે એક શિક્ષકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં હાર્ટ એટેકના કારણે એક શિક્ષકનું મોત નીપજ્યું છે. દિપક દલપતભાઈ વૈષ્ણવ નામના ૪૭ વર્ષીય શિક્ષકનો લગ્નગાળો ૨૭ વર્ષનો હતો અને આ બનાવ સાથે એક બાળકે તેના પિતાની છત્રછાયા ગુમાવી છે. મૃતકના નાની વાવડી ગામે આવેલ રહેણાંક એપાર્ટમેન્ટના કોમન ફળિયામાં હતા. ત્યારે તેમને અચાનક છાતીમાં દુખતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. ત્યારે પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.