મોરબીમાં લંપટ શિક્ષક સગીર વયની વિદ્યાર્થિની સાથે અડપલા કરતો હોવાની ફરિયાદ દાખલ કરાઈ છે. પોગાના ખાનગી ઓરિએન્ટલ ટ્યુશન ક્લાસિસ અને ન્યુ ઓમ શાંતિ સ્કુલમાં શિક્ષક અડપલાં કરતો હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ કરી છે. જેને લઇને પરિવારજનોને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોકસો હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં લંપટ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મોરબીની કિશોરીએ શાળા અને ક્લાસિસ જવાનું બંધ કરતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો. રવિન્દ્ર ત્રિવેદી નામનો લંપટ શિક્ષક સગીર વિદ્યાર્થીની સાથે અડપલા કરતો ફરિયાદ હાલ દાખલ કરવામાં આવી છે. પોગાના ખાનગી ઓરિએન્ટલ ટ્યુશન ક્લાસિસમાં તેમજ ન્યુ ઓમ શાંતિ સ્કૂલમાં શિક્ષક અડપલા કરતો હતો. પોતાની ચેમ્બરમાં બોલાવી અડપલા કરતો હોવાનું કિશોરીએ પરીવારજનોને જણાવ્યું છે. જેને લઇને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.