બ્રહ્મ વિધાર્થીઓમાં રહેલી તેજસ્વિતાને પુરસ્કૃત કરી તેમને પ્રેરણા અને પ્રોત્સાહન પુરુ પાડવાના હેતુથી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પ્રતિવર્ષ યોજાતા તેજસ્વિતા અભિવાદન સમારોહનું ભગવાન શ્રી પરશુરામધામે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધોરણ 1 થી કોલેજ સુધીના 160 વિધાર્થીઓને શિલ્ડ તથા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો કેજી ના 100 વિધાર્થીઓને કિટ તેમજ સન્માનપત્ર તથા માર્કશીટ આપેલ તમામ વિધાર્થીઓને પ્રોત્સાહક પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની ભુમિકા આપતા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ બ્રાહ્મણોના રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની સાથે તેમાં રહેલા IQ, EQ અને SQ ના સમન્વયથી સફળતા પ્રાપ્ત કરવાનું આહ્વાન કર્યું હતું. આ અવસરે ઉપસ્થિત નિલાંબરીબેને પોતાના મોરબી સાથેના સંસ્મરણો તાજા કરી બ્રાહ્મણોને શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા કારકિર્દી બનાવવા તથા શિક્ષણ સાથે સંસ્કારો અને સ્કિલ ડેવલપમેન્ટના સમન્વયથી એક બની કાર્ય કરવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં અજાણી સાહેબ તથા ભુપતભાઈએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર માન નિલાંબરીબેન દવે, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા, એડવોકેટ એચ. એલ. અજાણી તથા પરશુરામ ધામ મોરબીના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા તથા અનેક બ્રહ્મ આગેવાનો તથા બ્રહ્મ પરિવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા, મહામંત્રી મિલેશભાઈ જોશી, કમલભાઈ દવે, કેયુરભાઈ પંડ્યા તથા અમુલભાઈ જોશી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન કૃપાનીબેન પાઠક, દિશાબેન મહેતા અને નિશાબેન દવેએ કર્યું હતુ.