એક તરફ લંપટ શિક્ષકના સમર્થનમાં લેટરપેડ પર રજૂઆત કરી તો બીજી તરફ સમાજને ગુમરાહ કરવા પ્રમુખ પદ પરથી હટાવવાની જાહેરાત કરી:જો આરોપી સાચો છે તો પ્રમુખ પદેથી હટાવવાની શું જરૂર પડી?જો ખોટો છે તો રજૂઆત શા માટે કરી?
મોરબી માં બી ડિવિઝન માં ઓરિએન્ટલ ક્લાસિસ ચલાવતા અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રવિન્દ્ર ત્રિવેદી નામના વ્યક્તિ વિરૂદ્ધ શિક્ષણના ધામમાં ભણવા આવતી વિદ્યાર્થિની સાથે જાતીય સતામણી કરતાં પૉક્સો એક્ટ હેઠળ ગુનોં નોંધાયો હતો જો કે આ લંપટ શિક્ષક મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખનો હોદ્દો ધરાવે છે.આ ઉપરાંત અન્ય ઘણી સંસ્થાઓના સામાજીક હોદ્દાઓ ધરાવે છે. આ સાથે એ લેટર પેડમાં સહી કરનાર મહામંત્રી કેયૂર પંડ્યાના માસીના દીકરા ભાઈ હોવાનું પણ સામે આવ્યું છે.ભાઈ પ્રમુખ અને બચાવનાર મહામંત્રી જાણે આમાં આ આગેવાન કેયૂર પંડ્યાની પણ ક્યાંક સંડોવણી હોય તેવી ઘાટ સર્જાઈ રહ્યો છે પણ ભાજપ કે બ્રહ્મ સમાજના આગેવાન હોવાથી જાતીય સતામણી કરવાનું લાયસન્સ નથી મળી જતું એ જરા આ ભાજપ આગેવાન કેયૂર પંડ્યાએ વિચારવું જોઈએ.
એક બાજુ બચાવમાં લેટરપેડ પર રજૂઆત તો બીજી બાજુ પ્રમુખ પદેથી દૂર કરવા મેસેજ થી જાહેરાત કરી સમાજને ગુમરાહ કરવાનું ધતિંગ
જો કે આ ગુનો ના દાખલ થવા દેવા ઘણા ધમ પછાડા કર્યા પરંતુ અંતે ગુનો નોંધાશે તેવી ભિતી થતાં પોતાને ચક્કર આવી ગયા છે એવું જણાવી અને મોરબીની ખાનગી હોસ્પિટલ માં દાખલ થઈ ગયો હતો અને બાદમાં સગીર વિધાર્થિની ના પરિવારજનો એ હુમલો કરી માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા જો કે આમ છતાં પોલીસે વિદ્યાર્થિની ની વાતો સાંભળી પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી દઈ આરોપી લંપટ શિક્ષક ની હોસ્પિટલ નીચે જાપ્તો ગોઠવી દીધી હતી બધા રસ્તા બંધ થતાની સાથે જ આ ગંભીર ગુનામાંથી બચવા હવે લંપટ શીક્ષકના સમર્થનમાં સમસ્ત બ્રહ્મ સમાજના કહેવાતા આગેવાનો અને ભાજપ સાથે પણ ઘરોબો ધરાવતા વ્યક્તિઓ પોતાની સહી સાથે પોલીસ સમક્ષ રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને સમસ્ત બ્રહ્મ સમાજ ના અન્ય આગેવાનો અને અન્ય પાંખો સાથે ચર્ચા કર્યા વિના જ આ આરોપી લંપટ શિક્ષક રવિન્દ્ર ત્રિવેદી પર ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે એમ ભોગ બનનાર ના પરિવાર જનોએ માર માર્યો હોવાનું જણાવી હત્યાના પ્રયાસ ની કલમ ઉમેરવા પોલીસને લેટરપેડ પર લેખિત રજૂઆત કરી છે.
જો કે આ સમગ્ર ઘટના અને રજૂઆત મામલે બ્રહ્મ સમાજનો એક વર્ગ નારાજ પણ છે જે વ્યક્તિ આટલી નીચ હરકત કરે એ કોઈ ધર્મ અને જ્ઞાતિ નો હોતો નથી ત્યારે આ રજૂઆત કરનાર વ્યક્તિ અને સહી કરનાર પણ ભાજપમાં યુવા આગેવાન અને કાર્યકર કેયૂર પંડ્યા છે જે આરોપી રવિન્દ્ર ત્રિવેદીના માસીના દીકરા પણ થાય છે જેથી લાગવગ થી પોતાના ભાઈને બચવવા પણ સમજનો ઓથ લઈને પ્રયાસ કરી રહ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ત્યારે ભૂતકાળમાં પણ આવા મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસને કડક હાથે કામ લેવા માટે જણાવેલ છે. ક્લાસિસ ની જમીન અને ભૂતકાળના તથ્યો તપાસમાં આવે તો મોટા ઘટસ્ફોટ થવાની સંભાવના છે તો ભાજપના જ આગેવાનના ભાઈ અને અને બ્રહ્મ સમાજના અગ્રણી જ જો આવી હરકત કરે તો તેને કડક કાર્યવાહી કરવી બ્રહ્મ સમાજના લોકો પણ સત્ય સાથે રહી કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.