Monday, January 13, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં ત્રણ દરોડામાં દસ જુગારીઓ ઝડપાયા

મોરબી જિલ્લામાં ત્રણ દરોડામાં દસ જુગારીઓ ઝડપાયા

છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસ દરોડાઓ પાડી રહી છે અને રાજ્યભરમં ઘણાં સ્થળેથી મોટી રકમ સાથે તો કેટલાક સ્થળેથી મામુલી રકમ સાથે જુગાર રમી રહેલા લોકો પકડાય છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડી 10 ખેલીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમ મોરબી વાકાનેર હાઇવે રોડ તાજનળીયાના કારખાના પાસે બાતમીના આધારે રેઇડ કરી જુગાર રમતા જયંતીભાઇ કેહરભાઇ મકવાણા (રહે-હાલ રફાળેશ્વર વણકરવાસ તા-જી-મોરબી, મુળ રહે-જોરાવરનગર રોકડીયા હનુમાનની બાજુમા તા-વઢવાણ જી-સુરેન્દ્રનગર) તથા જગદીશભાઇ ઘનશ્યામભાઇ પાટડીયા (રહે-લાલપર હનુમાનજીવાળી શેરીમા બાબુભાઇ રબારીના મકાનમા તા-જી-મોરબી, મુળ રહે-જીવા તા-ધ્રાગધ્રા જી-સુરેન્દ્રનગર) નામના બે બાજીગરોને પકડી પાડ્યા હતા. અને તેમની પાસેથી જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રૂ.૨૨૭૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, જુના સાદુળકા ગામની સીમ, નદી પાસે, મેલડી માતાજીના મંદિર પાસે, જાહેરમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી શનભાઇ અંબુભાઇ હળવદીયા (રહે. જુના સાદુળકા, તા.જી.મોરબી), બિજલભાઇ પરસોત્તમભાઇ ડાભી (રહે. જુના સાદુળકા, તા.જી.મોરબી), ભુપતભાઇ નાનજીભાઇ હળવદીયા (રહે. જુના સાદુળકા, તા.જી.મોરબી) તથા રમેશભાઇ બાબુભાઇ ભંખોડીયા (રહે. જુના સાદુળકા, તા.જી.મોરબી) નામના કુલ ચાર નબીરાઓને જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૭૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી પંચાસર રોડ ગીતા ઓઇલ મીલ ના પાછળના ભાગે રેઇડ કરી જાહેરમાં જુગાર રમી રહેલા તેજાભાઇ પંચાણભાઇ સમા (રહે.જોન્સનગર શેરી નં.૧૩ મોરબી), હરજીવનભાઇ છગનભાઇ મેરજા (રહે હાલ ઢુવા ચોકડી વીર વચ્છરાજ હોટલમા તા.વાંકાનેર જી.મોરબી મુળ રહે.સરવડ તા.માળીયા(મીં) જી.મોરબી), હનીફભાઇ આદમભાઇ કૈડા (રહે.મોરબી મહેંદ્રપરા શેરી નં ૧૯ તા.જી.મોરબી) તથા આમદભાઇ મુસાભાઇ વડાવરીયા(રહે.મહેંદ્રપરા શેરી નં.૨૨ તા.જી.મોરબી) નામના પત્તાપ્રેમીઓને રોકડા રૂપીયા-૩,૩૫૦/- ની મત્તા સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!