મોરબી શહેરના વાવડી રોડ સ્થિત ક્રિષ્ના પાર્ક શેરી નં.૩ માં જાહેર રસ્તામાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ૧૦ જુગારી ઝડપાયા છે, જેમાં ૬ મહિલાઓનો પણ સમાવેશ થાય છે, શહેર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક શેરી નં. ૩ માં જાહેરમાં પૈસાની હારજીતના તીનપત્તીના જુગારની મજા માણી રહેલા ૧૦ પત્તાપ્રેમીઓને પકડી લેવાયા છે. જેમાં, રજાકભાઈ ગુલામભાઈ ચાનીયા ઉવ.૪૫ રહે. મોરબી વાવડી રોડ રવિપાર્ક-૨, સોનલબેન કાંતીલાલ નાથાલાલ સોમૈયા ઉવ.૪૫ રહે. મોરબી સામાકાંઠે ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નં.૧૩૭, સમાબેન સફીભાઈ તારમાદમભાઈ જીંદાણી ઉવ.૪૨ રહે. મોરબી વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં.૪ ભાડાનું મકાન, ઈકબાલભાઈ ગફારભાઈ હડફા ઉવ.૫૧ રહે. પડઘરી ગીતાનગર જી.રાજકોટ, રાજેશભાઈ સરજુદાસ નિમ્બાર્ક ઉવ.૪૩ રહે.મોરબી વાવડી રોડ, ગાયત્રીનગર ક્રિષ્ના પાર્ક-૨, મીનાબેન કાનજીભાઈ ભીમાભાઈ ખટાણા ઉવ.૩૮ રહે. મોરબી વાવડી રોડ શ્રીહરી સોસાયટી, શબાનાબેન ઈકબાલભાઈ ગફારભાઈ હડફા ઉવ.૪૧ રહે. પડઘરી ગીતાનગર જી.રાજકોટ, જયેશભાઈ જેન્તીલાલ બસીયા ઉવ.૩૭ રહે. નાનીવાવડી ગામ શીવગંગા સોસાયટીમાં ભાડેથી મૂળ રહે.તારાણા મોરાણા જી. જામનગર, કલ્પનાબેન અંબારામભાઈ ઠાકરશીભાઈ ગોપા ઉવ.૫૫ રહે. મોરબી નાનીવાવડી શ્રીહરી સોસાયટી તથા પારૂબેન લલિતભાઈ ખાનદાસભાઈ સોલંકી ઉવ.૩૮ રહે. પડઘરી ગીતાનગર જી. રાજકોટ વાળાની રોકડા રૂ.૨૮,૧૦૦/-સાથે અટકાયત કરવામાં આવી હતી, આ સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી, સીટી એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.