મોરબી જિલ્લામાં દેશી દારૂ કરતા પણ વધુ ખરાબ કહી શકાય તેવા જુગારનું ચલણ શરૂ થયું છે. જેમાં ખાસ કરી શ્રમિકોથી લઈ વેપારીઓ સુધી કોઈ પોતાના મહામહેનતે કમાયેલા રૂપિયા ગુમાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે જુગારધામ સહીત બે સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા 10 શકુનિઓને 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડી જેલ હવાલે કર્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમને દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી દલવાડી સર્કલ કેનાલ પાસે સરદાર-૩ સોસાયટીમાં આવેલ અશોકભાઇ પરસોતમભાઇ સવેરાના રહેણાંક મકાનમાં અશોકભાઇ બહારથી લોકોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારધામ ચલાવે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગારધામ ચલાવતા અશોકભાઇ પરસોતમભાઇ સવેરા સહીત જુગાર રમતા રાજભાઇ અશોકભાઇ સવેરા (રહે.મોરબી દલવાડી સર્કલ કેનાલ સામે સરદાર-૩ સોસાયટી મુળરહે.મોવૈયા તા.પડધરી), મુકેશભાઇ નાથાભાઇ વેકરીયા (રહે.ધુળસીયા તા.જી.જામનગર), સંજયભાઇ બાબુભા દોંગા (રહે.કાલાવડ પટેલનગર જુનાગઢ જામનગર હાઇવે પર જી.જામનગર), પીન્ટુભાઇ ધનજીભાઇ રતનપરા (રહે.મોરબી ઉમા રેસીડેન્સી-૨ દલવાડીસર્કલ સ્વામીનારાયણ મંદીર પાછળ), આકાશભાઇ રમશુભાઇ ખરાડી (રહે.મોરબી દલવાડીસર્કલ પાસે ઝુપડામા) તથા કલ્પેશભાઇ પ્રવીણભાઇ સાંઇજા (રહે.સરધાર શાંતીનગર તા.જી.રાજકોટ) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી કુલ રોકડા રૂ.૧,૬૪,૫૦૦/-નો મુદ્દમાલ કબ્જે કરી મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, માળીયા મીં. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, કાજરડા ગામ પાસે આવેલ તાજમામદભાઈ આમદભાઈ મોવરના ખેતર પાસે અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા સલીમભાઈ દાઉદભાઈ મોવર (રહે.કાજરડા ગામ તા.માળીયા મીં. જી-મોરબી), આલમભાઈ મહમદભાઈ મોવર (રહે.જીન વિસ્તાર વિસીપરા મોરબી તા.-જી-મોરબી) તથા કાદરભાઈ હાસમભાઈ સખૈયા (રહે.માળીયા મીં. રાખોડીયા વાંઢ તા.માળીયા મીં. જી-મોરબી) નામના શખ્સોને રોકડા રૂપીયા-૬૩,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.