આરોપી રિયાઝ ઉર્ફે રિયાકત કુરેશી હત્યા નિપજાવી પોલિસ સમક્ષ હાજર થઈ હત્યાની કબુલાત આપતા પોલીસે વિધિવત ધરપકડ કરી રિમાન્ડ અર્થે કોર્ટમાં હાજર કરવા કવાયત હાથ ધરી
મોરબીમાં ગત તા.7 ફેબ્રુઆરી ના રોજ એક રફીક ઉર્ફે ગુલાબ રફાઈની છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી જેમાં મોડી રાત્રીના પોલીસ ઘટના સ્થળ અને બાદમાં સીવીલ હોસ્પિટલમાં દોડી જઇ તપાસ હાથ ધરી હતી જો કે આ બનાવમાં પિતાએ હત્યાની ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી.
જેમાં બનાવની ઊંડાણપૂર્વક વિગત જોવા જઈએ તો મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા આશાસ્પદ યુવાન રફીક ઉર્ફે ગુલાબ અબ્બાસભાઈ રફાઈ નામના યુવાનની ગત તા. 7 ફેબ્રુઆરી અને રવિવારેની મોડી રાત્રીના રામઘાટ નજીક છરીના હથિયાર ઘા ઝીકી નિર્મમ હત્યા કરાઈ હતી બાદમાં મૃતકના પિતા અબ્બાસભાઈ મહમદશા રફાઈએ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા રફીક ઉર્ફે રિયાક્ત ખુરેશી વિરુદ્ધ પોતાના યુવાન પુત્ર રિયાઝ ઉર્ફે ગુલાબની હત્યા કર્યાની મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ બનાવની માહિતી આપતા એ ડિવિઝન પીઆઈ બી પી સોનારાએ જણાવ્યું હતું કે મૃતક યુવાન રફીક ઉર્ફે ગુલાબ ને દસ વર્ષ પૂર્વે આરોપી રિયાક્તની બહેન સાથે પ્રેમ સબંધ હોય તેનો ખાર રાખી આરોપી રફીક ઉર્ફે રિયાક્ત હાજી ખુરેશીએ તેના પુત્ર રફીકની હત્યા નિપજાવી છે જો કે આ હત્યાના મામલે હત્યા નિપજાવનાર આરોપી રિયાઝ ઉર્ફે રિયાક્ત હાજી ખુરેશી એ ડીવીઝન પોલીસ મથકે આવી પહોંચતા એ ડીવીઝન પોલીસે આરોપી રિયાઝની ધરપકડ કરી હતી અને બાદમાં તેને પણ આજ કારણથી હત્યા નિપજાવી હોવાની કબૂલાત આપતાં પોલીસે આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી વિધિવત ધરપકડ કરી હત્યામાં વપરાયેલા હથિયાર કબ્જે લેવા કવાયત હાથ ધરી છે સાથે જ આરોપીને આગામી સમયમાં રિમાન્ડની માંગણી સાથે સાંજે કોર્ટમાં હાજર કરવામાં આવનાર છે બાદમાં રિમાન્ડ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.