મોરબી મહાનગરપાલિકાની સીવીલ તથા સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા સબ જેલ સામે રબારી વાસથી મતવા ચોક સુધી સ્ટ્રોમ વોટર ડ્રેઈન લાઈન, સી.સી. રોડ અને બોક્ષ કલ્વર્ટના કામ માટે ટેન્ડર લાઈવ કરાયું છે. એજન્સીની નિમણૂક થયા બાદ ટૂંક સમયમાં કામ શરૂ થશે.
મોરબી શહેરના માર્ગ વિકાસ અને વરસાદી પાણીના નિકાલને સુચારુ બનાવવા માટે મોરબી મહાનગરપાલિકા સતત વિવિધ વિકાસકાર્ય હાથ ધરી રહી છે. આ અન્વયે મોરબી શહેરમાં સબ જેલ સામેથી રબારી વાસથી મતવા ચોક રોડ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેઈન લાઈન ૬૦૦ એમ.એમ. ડાયમીટર (DIA) નાખવાનું કામ તેમજ અંદાજિત ૧૦ મીટર પહોળો સી.સી. રોડ અને અંદાજિત ૧૨ મીટર પહોળો બોક્ષ કલ્વર્ટ બનાવવા માટેનું ટેન્ડર લાઈવ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા જણાવ્યા મુજબ, એજન્સીની નિમણૂક પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં આ કામની શરૂઆત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા સદર રોડ પર આવેલી સોસાયટીઓ અને આસપાસના રહેવાસીઓને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે તેમજ રોડ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે તેમ યાદીમાં જણાવાયું છે