તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરી મોરબી માંથી ખોવાયેલ કે ચોરાયેલ ૨૭ નંગ મોબાઇલ કિંમત રૂ. ૫,૦૨,૩૬૨ ના મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત આપ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના આપી હતી. તેમજ નાયબ પોલીસ અધિક્ષકપી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એચ.એ.જાડેજા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સૂચના આપતા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અનાર્મ એ.એસ.આઈ રાજદીપસિંહ રાણાએ “CEIR”પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી ૨૭ નંગ મોબાઇલ કિંમત રૂ.૫,૦૨,૩૬૨/- શોધી પબ્લીકને પરત આપી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી ‘પોલીસ પ્રજાની મિત્ર છે’ એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસ એ સાર્થક કરી બતાવ્યું છે…
જેમાં એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી.પાતળીયા, એ.એસ.આઈ રાજદીપસિંહ રાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મિયાત્રા, પોલીસ કોન્સ્ટેબલ હિતેષભાઈ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, કપીલભાઇ ગુર્જર, અરજણભાઇ ગરીયા તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ મીનાબેન રાઠોડ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.