Monday, September 30, 2024
HomeGujaratતેરા તુજકો અર્પણ બેઠક સિટી એ ડિવિઝન પોલીસે પાંચ લાખ કરતાં વધુ...

તેરા તુજકો અર્પણ બેઠક સિટી એ ડિવિઝન પોલીસે પાંચ લાખ કરતાં વધુ કિંમતના મોબાઇલ શોધી કાઢી મૂળ માલીકને પરત સોંપ્યા

મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી મોરબીમાથી ૫,૧૫,૮૩૩/- ની કિમતના કુલ-૨૫ ખોવાયેલ મોબાઈલો તથા બે બિન વારસી મોટરસાયકલ શોધી અરજદારોને પરત આપવામાં આવ્યાં છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના આપી હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એચ.એ.જાડેજા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના આપતા મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અનાર્મ એ.એસ.આઈ રાજદીપસિંહ રાણાએ “CEIR”પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ-૨૫ મોબાઇલ કિંમત રૂ.૫,૧૫,૮૩૩/- ની કિમતના મોબાઇલો તેમજ મોરબી સીટી વિસ્તારમાંથી મળી આવેલ બે બીનવારસી મોટર સાયકલ વાહન કિંમત રૂ. ૬૦,૦૦૦/- માલીક શોધી અરજદારને શોધી પરત આપી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા સાર્થક કરવામાં આવ્યું છે.

એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.આર.સોનારા, એ.એસ.આઈ રાજદીપસિંહ રાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.પી.જાડેજા, ચકુભાઇ કરોતરા, કિશોરભાઈ મિયાત્રા, ધર્મેદ્રભાઈ વાઘડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેષભાઈ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, કપીલભાઇ ગુર્જર, રાજદીપસિંહ ઝાલા તેમજ મહીલા પોલીસ કોન્સ્ટેબલ મોનાબેન રાઠોડ દ્વારા કામગીરી કરવામાં આવી હતી..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!