વાંકાનેર સિટી પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી આશરે ૨,૬૩,૯૮૯/-ની કિમતના કુલ-૦૮ જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત આપવામાં આવ્યાં છે. જે ખોવાયેલ મોબાઇલ શોધી અરજદારોને પરત આપી પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમજ નાયબ પોલીસ અધિક્ષકએસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એચ.એ.જાડેજા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના આપી હતી. જે અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ દલસાણીયા નાઓએ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ-૦૮ જેટલા મોબાઇલ આશરે કિંમત રૂ. ૨,૬૩,૯૮૯/- ની શોધી કાઢી અરજદારોને પરત આપ્યા છે. તેમજ ગુમ થયેલ ONEPLUS કંપનીનો મોબાઇલ જેના IMEI NO. 861797076444792 હોય જે બાબતે અવાર-નવાર CEIR ઉપર ઓબ્ઝવ કરી એનાલીસીસ કરતા મોબાઇલ એક્ટીવ થતા મોબાઇલ Flipcart કંપનીમાં Second hand Mobile તરીકે મળેલ હોવાનુ જાણવા મળતા જેથી Flipcart કંપની કર્મચારી સાથે સતત સંપર્કમા રહી મોબાઇલ શોધી કાઢી ગુમ મોબાઇલ પરત મેળવ્યો હતો. આમ, CEIR પોર્ટલનો ઉપયોગ કરી એક સાથે કુલ- ૦૮ મોબાઇલ ફોન પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર વાંકાનેર સીટી પોલીસ દ્વારા સાર્થક કરી બતાવ્યું છે.