ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના અથાગ પ્રયાસોથી ટંકારાને નગરપાલિકાની પ્રાપ્ત થયેલી મંજૂરી બાદ નગરજનો માટે સ્વચ્છતા અને જરૂરી સુવિધાઓની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નગર માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પે એન્ડ યુઝ ટોઇલેટ માટે રૂ. ૧.૭૦ કરોડ અને વ્યક્તિગત શૌચાલય માટે આશરે ૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.
ટંકારા નગરપાલિકા દ્વારા નગરજનોને શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણીની ટાંકી, ફિલ્ટર પ્લાન્ટ અને નગર સ્વચ્છતા માટે ભૂગર્ભ ગટર યોજનાની દિશામાં પણ કામ થઈ રહ્યું છે. ટંકારામાં સોસાયટીઓના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે DPR (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ) બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ GUDM અને પ્રદેશિક કમિશ્નર દ્વારા આ કામ માટે નિમણૂક કરવામાં આવી છે. ટંકારા નગરપાલિકાના વહીવટદારશ્રી અને ચીફ ઓફિસર દ્વારા આગામી ૯૦ દિવસમાં આ પ્રાણસમાં વિકાસના કાર્યો શરૂ થશે.
આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.