ટંકારામાં ચારણ ગઢવી સમાજ દ્વારા મઢડાધામવાળા આઇ શ્રી સોનલમાં ના 101 પ્રાગટ્ય દિવસની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. પોષ સુદ બીજ એટલે કે ચારણ ગઢવી કુળમાં પ્રગટેલા મઢડાધામવાળા આઇ શ્રી સોનલ માં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં આઇ શ્રી ચાંપબાઈ માના મંદિરે મહાઆરતી અને ત્યાર બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.. જે શોભા યાત્રામાં ચારણ સમાજની બહેનોએ પરંપરાગત પહેરવેશ પહેરી પવિત્ર દ્ર્શ્યો ટંકારા પંથકમાં સર્જ્યા હતા.
તા. 1/1/2025 પોષસુદ બીજ એટલે ચારણ ગઢવી કુળમાં પ્રગટેલા મઢડાધામવાળા આઈ શ્રી સોનલ માંનો 101 મોં પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જેમના પરચા આજે પણ હાજરાહજુર છે એવા આઈ શ્રી સોનલમાં સમગ્ર અઢારેય વરણમા પુજાય છે.
જે સોનલ બીજની ભવ્ય ઉજવણી આજ રોજ ટંકારા ગામ સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સવારે આઈ શ્રી ચાંપબાઈ માંના મંદિરે મહાઆરતી કરવામાં આવી ત્યાર બાદ ભવ્ય શોભાયાત્રા ટંકારા ગામમાં નીકળી હતી.જેમાં ચારણ સમાજની બહેનોએ પોતાના પરંપરાગત પહેરવેશમાં નીકળતા શકિત સ્વરૂપા જગદંબા જાણે ટંકારા ગામમાં આવી હોય એવું પવિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું.
જે શોભાયાત્રા આઈ શ્રી ચાંપબાઈ માંના મંદિરેથી શ્રી રાજબાઈ ચોકમાં, ત્યાંથી શ્રી લક્ષ્મીનારાયણ દાદાનાં મંદિરે, ત્રણ હાટડી વિસ્તાર, યુવા ચોક, ઉગમણા નાકેથી પરત ઘેટીયાવાસમાં આઈ શ્રી ચાંપબા માંના મંદિરે પરત ફરી હતી. જે યાત્રા બાદ મહાપ્રસાદનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે સમગ્ર આયોજન ટંકારા ગામના સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.