‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની થીમ – “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” રાખવામાં આવી છે
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ આગામી તારીખ ૨૫ મી જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની થીમ “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” રાખવામાં આવ્યું છે. જે અન્વયે મોરબી જિલ્લામાં ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૩ની ઉજવણી ૨૫/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે, એલ.ઇ.કોલેજ (ડીગ્રી)ના સેમિનાર હોલ ખાતે કરવામાં આવનાર છે.