શ્રી કડવા પાટીદાર સમાજ ટંકારા પ્રેરિત શ્રી ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતી દ્વારા 13 મો શાહી સમુહ લગ્ન આગામી 30 એપ્રિલને બુધવારના અખાત્રીજના શુભ દિવસે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૮ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અલગ અલગ ૨૨ કમિટીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
શ્રી કડવા પાટીદાર સમાજ ટંકારા પ્રેરિત ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લાં ૧૩ વર્ષથી
સમૂહ લગ્નનું આયોજન અખાત્રીજના શુભ દિવસે કરવામાં આવે છે. જેમાં દર વર્ષે સતત કંઈક નવું અને અલગ અલગ આપવું એના નેમ સાથે સમાજના આગેવાનો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. તા. ૩૦ એપ્રિલના રોજ ૮:૩૦ વાગ્યે કલ્યાણપર પાટિયા પાસે સ્થિત સમાજ વાડીમાં મંડપ મુહૂર્તથી શરૂઆત કરવામાં આવશે. સાંજે ૫:૦૦ વાગ્યે જાન આગમન, ૬:૦૦ વાગ્યે સામૈયું, ૭:૦૦ વાગ્યે હસ્ત મેળાપ અને ત્યાર બાદ ભોજન સમારંભ યોજવામા આવશે. અને ૯:૩૦ વાગ્યે કન્યા વિદાય કરવામાં આવશે. જેમાં દીકરીઓને કરિયાવરમાં ૬૧ જીવન જરૂરી વસ્તુઓ આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અલગ અલગ ૨૨ કમિટીઓ ખડેપગે રહેશે. તેમજ આકરા તાપથી બચવા લીંબુ પાણી, સરબત અને પાણીનું આયોજન પણ કમિટી દ્વારા કરવામાં આવશે. જે સમગ્ર ગ્રાઉન્ડને કોઈ વીઆઈપી કે કોઈ શાહી લગ્ન હોય એ રીતે ડેકોરેશન કરવાનું કામ મોરબીના શ્રી ગણેશ મંડપના નેજા હેઠળ કરવામાં આવે છે, આ વખતે આ સમૂહ લગ્નમાં કુલ 8 નવયુગોલોએ પ્રભુતામાં પગલાં માંડશે. જે સમુહ લગ્ન સમિતિના અઘ્યક્ષ અરવિંદ બારૈયા, ઉપાધ્યક્ષ કચરાભાઈ ધોડાસરા, પ્રમુખ હીરાભાઈ, ઉપપ્રમુખ વલમજીભાઈ રાજપરા, દિપકભાઇ સુરાણી, ખજાનચી કેશુભાઈ જીવાણી, મંત્રી રમેશકુમાર કૈલા, ગોરધનભાઈ ચિકાણી, ડાયાલાલ બારૈયા, વાત્સલ્ય મનિપરા સહિતના અનેક સદસ્યો હોદેદારો પ્રસંગને અનુરૂપ તૈયારીઓ હાથ ધરી રહ્યા છે. તેમજ ઉમિયા પરિવારના આમંત્રણને માન આપી રાજકીય અને શૈક્ષણિક આગેવાનો હાજરી આપશે. તેમજ આ નવ યુગલોને આશીર્વાદ આપવા પ.પૂ દામજીભગત નકલંકધામ મંદિર બગથરા સહિતના ઉપસ્થિત રહેશે…