શ્રી કડવા પાટીદાર બારૈયા પરિવાર ટ્રસ્ટ તથા બારૈયા પરિવાર દ્વારા ૨૦ મું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ત્રિવિધ કાર્યક્રમ યજ્ઞવિધિ, સ્નેહમિલન તથા દાતાશ્રી સન્માન સમારોહનું આયોજન કરાયું છે. જેમાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી કડવા પાટીદાર બારૈયા પરિવાર ટ્રસ્ટ તથા બારૈયા પરિવાર દ્વારા ૨૦ મું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.ટંકારાના સખપર (કોઠારિયા) સુરપુરા શ્રી ખોડાબાપાના સાનિધ્ય પરિસરમાં ત્રિવિધ કાર્યક્રમ યજ્ઞવિધિ, સ્નેહમિલન તથા દાતાઓના સન્માન સમારોહનું આયોજન કરાયું છે. જેમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સંસ્થાઓનો સન્માન સમારોહ, કડવા પાટીદાર સંસ્થાઓ દ્વારા થતી સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી તથા લગ્ન તેમજ ‘આદર્શ લગ્ન’ વિષયક વિભિન્ન સેવાઓ ચરિતાર્થ કરનારા સેવાના ભેખધારી તમામ હોદ્દેદારો, ભામાશા-શ્રેષ્ઠીઓને સત્કારવા, સન્માનિત કરવા તેમજ તેમની પ્રવૃત્તિઓની નોંધ લઈ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.જે કાર્યક્રમમાં પધારવા બારૈયા પરિવારને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.જેમાં તા.૧૨/૦૧/૨૦૨૪ ને રવિવારે સવારે ૭:૦૦ વાગ્યે યજ્ઞ પ્રારંભ,૦૮:૩૦ વાગ્યે સ્નેહમિલન દાતા સન્માન, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સવારે ૯-૩૦ વાગ્યે,ભોજન પ્રસાદ ૧૨:૩૦ વાગ્યે, પાટીદાર સંસ્થા સન્માન બપોરે ૨-૦૦ વાગ્યે, મહાઆરતી સાંજે ૦૬:૦૦ વાગ્યે, મહાપ્રસાદ ૦૬:૩૦ વાગ્યે, તેમજ રાત્રિ કાર્યક્રમમાં લોક ડાયરો ૦૯:૦૦ વાગ્યે યોજવામાં આવશે જેમાં ઉપસ્થિત રહેવા અરવિંદભાઈ છગનભાઈ બોરૈયા, મનહરભાઈ ગણેશભાઈ બોરૈયા, સવજીભાઈ દેવશીભાઈ બારૈયા, મનિષભાઈ છગનભાઈ બોરૈયા, જયંતિલાલ દેવકરણ બારૈયા, કેતનભાઈ પરસોતમભાઈ બારૈયા, પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.