Tuesday, November 26, 2024
HomeGujaratશ્રી પરજીયા રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ મોરબી દ્વારા ૩૦માં સમૂહ લગ્નનું કરાયુ...

શ્રી પરજીયા રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ મોરબી દ્વારા ૩૦માં સમૂહ લગ્નનું કરાયુ આયોજન

શ્રી પરજીયા રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ મોરબી દ્વારા 30 માં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી પરજીયા રાજકોટ સમાજ એકતા મંચ પ્રેરિત શ્રી પરજીયા રાજગોર (બ્રાહ્મણ) ચૌદ ચોવીસી સમાજ સન્માનિત પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આગામી ૧૪/૦૨/૨૪ ના રોજ મોરબી -૨ ના વૃંદાવન વાટિકા સામાકાંઠે ત્રાજપર ચોકડી, પેટ્રોલ પંપ પાછળ આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

શ્રી પરજીયા રાજગોર બ્રાહ્મણ સેવા સમાજ મોરબી દ્વારા ૩૦માં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના વૃંદાવન વાટિકા સામાકાંઠે ત્રાજપર ચોકડી, પેટ્રોલ પંપ પાછળ શ્રી પરજીયા રાજગોર (બ્રાહ્મણ) ચૌદ ચોવીસી સમાજ સન્માનિત સમૂહ લગ્નોત્સવનું આયોજન ૧૩/૦૨/૨૪ અને ૧૪/૦૨/૨૪ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં ૧૩ તારીખના રોજ બપોરે ૧:૦૦ કલાકે ગણેશ સ્થાપના, ૧:૩૦ વાગ્યે મંડપ મુહૂર્ત, ૨:૦૦ વાગ્યે ગ્રહશાંતિ, ૪:૩૦ વાગ્યે મામેરા, ૫:૩૦ વાગ્યે હલ્દી અને રાત્રે ૦૯:૦૦ વાગ્યે ફુલેકું અને ૧૪ તારીખના રોજ ૭:૨૧ વાગ્યે યજ્ઞોપવિત સંસ્કાર, ૮:૦૦ વાગ્યે કાશી યાત્રા, ૯:૦૦ વાગ્યે જાન ના સામૈયા, ૯:૪૫ વાગ્યે હસ્ત મેળાપ, ૧૦.૪૫ વાગ્યે સત્કાર સમારોહ, અને ત્યાર બાદ ભોજન સમારોહ અને ૪:૦૦ વાગ્યે કન્યા વિદાય કરવામાં આવશે. જે લગ્નોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સાંસદ મહારાણા યુવરાજ કેસરીદેવસિંહજી ઝાલા, માંડવી – મુન્દ્રાનાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ ભાઇશંકર દવે, રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા, હિન્દુ યુવા સંગઠન ભારતનાં રાષ્ટ્રિય અઘ્યક્ષ કચ્છ કેસરી રઘુવીરસિંહ જી જાડેજા, મોરબી માળિયા ધારાસભ્ય કાંતિ અમૃતિયા, મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતા, મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતા, પરજીયા રાજગોર બ્રહ્મસમાજ ચાર ચોવીસી પ્રમૂખ શંકરભાઈ ખાંડેકા અને માજી પ્રમૂખ આચાર્ય ત્રિવેણીબેન બાલકૃષ્ણભાઈ ઉપસ્થિત રહેશે. તેમજ મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ, બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ, શ્રી પરશુરામ યુવા ગ્રુપ, સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ અને શ્રી ગાયત્રી મંદિર પણ મોરબી પણ ઉપસ્થિત રહેશે. ત્યારે સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેવા શ્રી પરજીયા રાજગોર સમાજ એકતા મંચ સમસ્ત ચૌદ ચોવીસી સમાજ પ્રમુખ વાલાભાઇ ધાંધિયા મો. ૯૮૨૫૨ ૩૫૪૯૨, ઉપપ્રમુખ શંકરભાઈ ચાઉં મો. ૯૭૧૨૯ ૭૭૩૧૩ અને મંત્રી રમેશભાઈ ખોડીયા મો. ૮૦૦૦૮ ૭૪૫૦૧ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!