રામાનંદી સાધુ સમાજ દ્વારા જગતગુરુ રામાનંદાચાર્યજીની ૭૨૬ મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં મંગલા આરતી, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.
મોરબીમાં માળિયા મી. વિસ્તારના રામાનંદી સાધુ સમાજ દ્વારા આગામી તા. ૧૦/૦૧/૨૦૨૬ ના રોજ રામાનંદ ભવ, રામઘાટ મોરબી ખાતે જગતગુરુ રામાનંદાચાર્યજી ની ૭૨૬ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૭.૩૦ કલાકે મંગલા આરતી, ૧૧.૩૦ કલાકે મહાઆરતી તેમજ ૧૨.૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોરબીની ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.









