મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વડોદાર શહેર હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબીથી પકડી પાડયો છે.
મળતી માહિતી અનુસાર,મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડને બાતમી મળી કે વડોદરા શહેર હરણી પોલીસ સ્ટેશનમાં અક્સ્માતના ગુન્હામાં નાસતો ફરતો આરોપી હેપી ધીરેન્દ્રભાઇ તિવારી રહે.વાંકાનેર ભાટીયા સોસાયટી ચંન્દ્રપુર વાળો હાલ મોરબી સામાકાઠે હાઉસીંગ બોર્ડ ખાતે છે.જે બાતમીને આધારે તાત્કાલિક તે જગ્યાએ જઇ ફરાર આરોપી હેપી ધીરેન્દ્રભાઈ તિવારી મળી આવતા પકડી પાડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની કાર્યવાહી માટે વડોદરા શહેર હરણી પોલીસ સ્ટેશનને સોપી આપવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરી એલસીબી પીઆઇ એમ.પી.પંડ્યા,પીઆઇ વી.એન.પરમાર, પીએસઆઇ બી.ડી.ભટ્ટ,એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા કરવામાં આવી હતી.