સુરેન્દ્રનગરના પાટડી પોલીસ સ્ટેશનના હનીટ્રેપ ના આરોપીને ગણતરીના દિવસોમાં ગુજરાત ઉપરાંત પંજાબ, ઉત્તરાખંડ રાજ્યમાં પીછો કરી ગણતરીના દિવસોમાં પાટડી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. જેમાં જલારામભાઈ ઉર્ફે ભરતભાઇ ઉર્ફે જલો વિનોદચંદ્ર સોમચંદ્રભાઈ મીરાણી અને મહિલા આરોપી માલતીબેન રસિકલાલ નંદલાલ રાવલ ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગીરીશ પંડયા (IPS) એ પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓએ ( પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીનો અંગત પળોનો વીડીયો મોબાઇલ ફોનમાં ઉતારી આ વીડીયો ફરીયાદીને બતાવી દસ લાખ રૂપીયાની માંગણી કરી અને દશ લાખ રૂપીયા નહી આપો તો વીડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરીયાદીને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા ધમકીઓ આપતા હતાં. જે ગુનાના મુખ્ય આરોપીઓ નાશી જતાં આરોપીઓને તાત્કાલીક એકશન પ્લાન બનાવી પકડી પાડી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝન જે.ડી પુરોહિતના સુરપવિઝન હેઠળ પાટડી પોલીસ સ્ટેશનના PI એ.જે.સોલંકી, PSI એમ.બી.વિરજા, પાટડી પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા પાટડી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ.૩૦૮(૬),૩૦૮(૭), ૬૧(૨) મુજબના ગુનામાં ગુનો કરી નાશી ગયા હતા.જે આરોપીઓ જલારામભાઇ ઉર્ફે ભરતભાઇ ઉર્ફે જલો વિનોદચંદ્ર સોમચંદભાઇ મીરાણી અને માલતીબેન રસીકલાલ નંદલાલ રાવલ વાળાને ઉતરાખંડ, પંજાબ રાજ્યમાં તેમજ ગુજરાત રાજ્યના સોમનાથ, જુનાગઢ, ભાવનગર વિસ્તારમાં શોધખોળ કરતા ગણતરીના દિવસોમાં બંન્ને આરોપી જલારામભાઈ ઉર્ફે ભરતભાઇ ઉર્ફે જલો વિનોદચંદ્ર સોમચંદભાઇ મીરાણી અને માલતીબેન રસીકલાલ નંદલાલ રાવલ વાળાને પાટડી પોલીસ ટીમ દ્વારા પકડી ધોરણસર અટક કરવામાં આવી છે.
જેમાં એમ.બી.વિરજા, પોલીસ સબ ઇન્સ્પેકટર પાટડી, પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઇ જયંતિભાઇ, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ રમેશભાઇ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ પારૂબેન કનુભાઇ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.