મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલે મોરબી જીલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થનું ચોરીછુપીથી વેંચાણ કરતા ઇસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આ દુષણ નેસ્ત નાબુદ કરવા તેમજ નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. પોલીસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ગુન્હામાં નાસતા ફરતા આરોપીને વાંકાનેર ખાતેથી જહદપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી એસ.ઓ.જી. પોલીસની ટીમ ગઈકાલે મોરબી જીલ્લા વિસ્તારમાં નાઈટ રાઉન્ડિંગમાં હતી. તે દરમિયાન તેઓને ખાનગીરાહે બાતમી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બી-પાર્ટ ગુ.૨.નં. ૧૦૨૪/૨૦૨૫ એન.ડી.પી.એસ. કલમ-૮(સી) ૨૦બી ૨૯ મુજબના કામનો આરોપી સાહિલરઝા સલીમભાઈ મુલ્લા હાલ મીલપ્લોટ વાંકાનેર ખાતે છે. જે હકીકતના આધારે મોરબી એસ.ઓ.જી. પોલીસે સ્થળે તપાસ કરતા આરોપી સાહિલરઝા સલીમભાઈ મુલ્લા મળી આવતા આરોપીને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે