Friday, October 18, 2024
HomeGujaratમોરબીના કીશનગઢ ગામમાંથી ઝડપાયેલ ૧૩ લાખથી વધુના દારૂના ગુનામાં ફરાર મુખ્ય આરોપી...

મોરબીના કીશનગઢ ગામમાંથી ઝડપાયેલ ૧૩ લાખથી વધુના દારૂના ગુનામાં ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

મોરબી તાલુકાના કીશનગઢ ગામની સીમમાંથી ગત વર્ષે ઝડપાયેલ રૂ.૧૩,૨૩,૬૦૦/-ની કિંમતની ૧૧,૦૫૨ વિદેશીદારૂ બીયરની તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૦,૨૩,૬૦૦/- નો મુદામાલ પકડાયેલ જે ગુનામાં છેલ્લા છ મહીનાથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૨૯/૦૯/૨૦૨૨ ના રોજ મોરબી તાલુકાના સોખડા ગામ પાસે કીશનગઢ ગામની સીમમાં ટ્રકમાં ભરેલ રૂ.૧૩,૨૩,૬૦૦/-ની કિંમતની ૧૧,૦૫૨ વિદેશીદારૂ/બીયરની બોટલો તથા ટ્રક મળી કુલ રૂ. ૨૦,૨૩,૬૦૦/- ના મુદામાલ સાથે GJ-07-2-7524 નંબરના ટ્રકના ચાલક મદન અજુદી કન્હેદી વિશ્વકર્મા (રહે ધીરાજ ગામ પોસ્ટ. જેરથ તા.બટીગડ જી.દોહ (મધ્ય પ્રદેશ))ને પકડેલ હોય જે ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી નયનભાઇ રાયકભાઇ બળદા (રહે. સોખડા તા.જી.મોરબી)નુ નામ તપાસ દરમ્યાન ખુલવા પામેલ હોય જે આરોપીની તપાસ કરતા મજકુર આરોપી છેલ્લા છએક મહીનાથી નાસતો ફરતો હોય જે હાલે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ઉભેલ હોવાની હકિકત પેરોલ ફર્લો સ્કોડને મળતા સ્થળે તપાસ અર્થે મોકલતા આરોપી નયનભાઇ રાયકાભાઇ બળદા (રહે. સોખડા તા.જી.મોરબી) રાજકોટ ગ્રીન લેન્ડચોકડી ખાતેથી મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!