હળવદ પોલીસને માર મારી પોલીસની ફરજમાં રૂકાવટના ગુન્હામાં આરોપી રાયધન કોળી, સાગર કોળી, સંજય ઉર્ફે સંજો કોળી અને એક અજાણ્યા ઇસમને બિન તહોમત છોડી મૂકવા પ્રિન્સિપલ ડીસ્ટ્રિકટ કોર્ટ મોરબી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસને માર મારી પોલીસની ફરજમાં રૂકાવટના ગુન્હામાં ફરીયાદી ભાવેશભાઈ માવાભાઈ મીયાત્રાએ જાહેર કરી અને આરોપી રાયધનભાઈ છગનભાઈ કોળી, સાગર રાયઘનભાઈ કોળી, સંજય ઉર્ફે સંજો રાયઘનભાઈ કોળી અને અજાણ્યો ઈસમ જે ઘીરૂભાઈ માવસંગભાઈ અસ્વાર રહે. સુંદરગઢ હળવદ વાળા સામે ફરીયાદ આપેલ કે આરોપીઓએ ફરીયાદી જે પોલીસ ખાતામાં ફરજ બજાવે છે તેને આરોપીઓ એ ફરજમાં રૂકાવટ કરી ફરીયાદીને ડાબા હાથે કલાઈના ભાગે લાકડાનો ઘોકો મારી ફેકચર કરી ઈજા કર્યાની ફરીયાદ આપતા હળવદ પોલીસે તમામ આરોપીની અટક કરી ચાર્જશીટ કરતા કેસ મોરબીના પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર. જી. દેવઘરા સાહેબની કોર્ટમાં કમીટ થતા આરોપીઓએ તેઓના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત ડીસ્ચાર્જની અરજી કરી સી. આર. પી. સી. કલમ ૧૯૫નો બાર હોવાની રજુઆત કરતા આરોપીને નામદાર ડીસ્ટ્રીકટ જજ આર. જી. દેવઘરા સાહેબે બીન હોમતદ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસ માં વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા મેનાઝ એ. પરમારે નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા જે માન્ય રાખી બીન ત્હોમત છોડી મુકેલ છે.