Friday, January 23, 2026
HomeGujaratધ્રાંગધ્રાનાં જીવા ગામે હત્યાના ગુનામાં આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી જેલ હવાલે કરાયો

ધ્રાંગધ્રાનાં જીવા ગામે હત્યાના ગુનામાં આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી જેલ હવાલે કરાયો

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લા એસ.પી. પ્રેમસુખ ડેલુએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે, શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે, અને વણશોધાયેલા ગુન્હામાં આરોપીની શોધખોળ કરી આવા ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક પકડી અસરકારક કામગીરી કરવા સૂચના કરવામાં આવતા આજ રોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના જીવા ગામે બનેલ વાહન અકસ્માતનો બનાવ ખુનના બનાવમાં પરીણમતા ખુનના આરોપીઓને ગણતરીની કલાકોમા શોધી કાઢવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સુખદેવસિહ દીલુભા ઝાલા દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જણાવવામાં આવ્યું હતું કે, ગત તા.૧૫/૦૧/૨૦૨૬ ના વહેલી સવારના જીવાગામ થી ચુલીગામે જતા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવરાજસિહ સુખદેવસિહ ઝાલા વહેલી સવારમાં પોલીસ ભરતીની દોડવાની પરીક્ષાના ભાગરુપે દોડની તૈયારી કરવા સવારના પાચેક વાગ્યે જીવા ચુલી રોડ ઉપર દોડવા નિકળેલ હતા. દરમ્યાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓ સાથે અકસ્માત કરી મોત નીપજાવી નાશી છૂટ્યો હતો. જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલકની શોધ ખોળ કરતા અને બનાવ સ્થળ નજીકના ગામોના સી.સી.ટીવી ફૂટેજ ચકાસતા ચુલી ગામ ખાતેથી એક સફેદ કલરની બોલેરો ગાડી જીવા ગામ તરફ જતા અને થોડા સમયમા જ પુર ઝડપે પરત ચુલી તરફ નિકળી અને હાઇવે તરફ શંકાસ્પદ જતા જણાયું હતું. જેથી હળવદના સરા ચોકડી ખાતે જઈ સી.સી.ટી.વી ચકાસતા સરા ચોકડી ઉપરના ચા પાણીની હોટલ પાસેના કેમેરા આ અકસ્માત વાળી બોલેરો ગાડી તથા તેમાથી બે ઇસમો સી.સી.ટી.વી. મા દેખાઇ જતા તે ફુટેજ ચુલી તથા જીવા ગામના રહીશો તથા ફરીયાદીને બતાવતા જીવા ગામના રહીશો તથા ફરીયાદીએ ફુટેજમા જણાયેલ બે ઇસમો પૈકિ એક ઇસમ ફરીયાદીનો સગો ભાણેજ દીવ્યરાજસિહ ગંભીરસિહ જાડેજા અને તેના મીત્ર મયુરભાઈ ઘનશ્યામભાઈ હોવાનુ જણાઇ આવ્યું હતું. આ દિવ્યરાજસિંહ છેલ્લા પાચેક માસથી કચ્છ જીલ્લા ખાતે રહેતો હતો અને ઘણા સમયથી જીવા આવેલ ન હોય અને બનાવ સમયે તેની હાજરી શંકાસ્પદ જણાતા ફરીયાદીની વિશેષપુછપરછ કરતા જણાવેલ કે, મરણજનાર અને તેઓના ભાણેજ દીવ્યરાજસિહ ગંભીરસિહ જાડેજા અગાઉ ફરીયાદીના ઘરે જીવા ગામે રહેતા હોય આ વખતે ફરીયાદી તથા મરણજનાર તેઓને અવાર નવાર કોઇ કામ બાબતે તેમજ પરીક્ષાની તૈયારી બાબતે ઠપકો આપતા અને જે બાબતે ઉગ્ર બોલાચાલી પણ થયેલી હતી અને આ દીવ્યરાજસિહ ગંભીરસિહ જાડેજાની ચાલ ચલગત પણ સારી ન હોય તે બાબતે પણ મરણજનારે ઠપકો આપ્યો હતો અને આરોપીના સગા મોટાભાઇએ આત્મહત્યા કરી હતી. જે આત્મહત્યાના દુષ્પ્રરણ પાછળ મરણજનાર યુવરાજસિંહ હોવાનુ આરોપીને વહેમ હોય જેથી ફરીયાદી તથા મરણજનારને સમય આવે જોઇ લેવાની ધમકી આપી હતી અને તે તમામ બાબતોનુ મનદુખ રાખી તેમજ દીવ્યરાજસિહ ગંભીરસિહ જાડેજાએ યુવરાજસિહ સુખદેવસિહ જ્યારે દોડવા માટે ગયેલા આ વખતે બોલેરો ગાડી ભટકાડી ઉપર ચડાવી સ્થળ ઉપર જ મોત નિપજાવી ખુન કરેલાની હકિકત જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે આરોપી દીવ્યરાજસિહ ગંભીરસિહ જાડેજા તથા તેની સાથેના મયુરભાઈ ઘનશ્યામભાઈ દુધરેજીયાની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ અને હ્યુમન સોર્સ દવબારા આરોપીઓને હસ્તગત કરી પુછપરછ કરતા આરોપીઓએ બનાવને અંજામ આપેલાની કબુલાત આપતા બનાવ અકસ્માતમાંથી ખુનના બનાવમાં પરીણામતા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!