મોરબી શહેર તથા જિલ્લામાં આવેલ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના તથા મારામારી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઈસમોની સામે પાસા હેઠળ પગલા લેવાની દરખાસ્ત જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તૈયાર કરી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવેલ હતી, જેના આધારે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી એલ.સી.બી. પી.આઇ. ડી.એમ. ઢોલએ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટે કલ્પેશભાઇ લાખાભાઇ ચૌહાણ (રહે. ચિરોડા (ઠા) તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર)નું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના માણસોની ટીમ બનાવી કલ્પેશભાઇ લાખાભાઇ ચૌહાણને ગઈકાલે પાસા એકટ તળે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પકડી, ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપેલ છે.