હળવદ: અનેકો વખત અલગ અલગ ગુનામાં પોલીસ દફતરે પોતાનું નામ નોંધાવનાર આરોપીએ ફરી એકવાર લખણ ઝળકાવી પ્રૌઢને બેફામ ગાળો આપી, બંદૂક દેખાડી પ્રૌઢને અને તેમના બંને દીકરાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે ભોગ બનનાર પ્રૌઢના ભાણેજ દ્વારા લિસ્ટેડ આરોપી સહિત બે વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હળવદમાં કૃષ્ણનગર પરામાં રહેતા રણછોડભાઈ ઓધવજીભાઈ ચાવડા ઉવ.૫૦ એ આરોપી પંકજભાઈ ચમનભાઈ ગોઠી રહે.હળવદ કણબીપરા તથા આરોપી મેહુલભાઈ ઉર્ફે મેરુ પ્રેમજીભાઈ દલવાડી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈ તા.૨૪/૦૨ના રોજ હળવદમાં મોરબી દરવાજા નજીક પટેલ સમાજ વાડી પાસે ભગવતી પાન નામની દુકાને ફરિયાદી રણછોડભાઈ અને તેમના મામા દયારામભાઈ બેઠા હતા, ત્યારે અગાઉ દયારામભાઈ તથા તેના દિકરાઓ આરોપી પંકજ ગોઠીના મોટાભાઇ ધર્મેન્દ્રભાઇ વિરુધ્ધમાં પોલીસ ફરીયાદ કરવી છે તેમ તેઓના રહેણાંક કૃષ્ણનગરપરા વિસ્તારમાં વાત કરતા હોય, જે બાબત આરોપી પંકજભાઈને નહિ ગમતા આરોપી તથા તેનો મિત્ર મેહુલભાઇ ઉર્ફે મેરૂભાઈ દલવાડી બન્ને જન એક કર્મ આવ્યા હતા, અને દયારામભાઇને બંદુક જેવુ હથીયાર બતાવી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તે દરમિયાન ફરિયાદી રણછોડભાઈએ આરોપીઓને ગાળો આપવાની ના પાડતા બંને આરોપીઓ દ્વારા રણછોડભાઈને પણ ગાળો આપી બન્ને અસરોપીઓ ત્યાંથી જતા રહેલ હતા, જે મુજબની ફરિયાદને આધારે હળવદ પોલીસે ઉપરોક્ત બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.