Friday, January 24, 2025
HomeGujaratઅમદાવાદથી ચોરેલી રીક્ષા સાથે આરોપી મોરબીથી પકડાયો

અમદાવાદથી ચોરેલી રીક્ષા સાથે આરોપી મોરબીથી પકડાયો

આજે તા. ૩૦ના રોજ મોરબી એસઓજી સ્ટાફ બ્રાન્ચને લગતી કામગીરી સબબ વાહન ચેકીંગમાં હતા. આ દરમિયાન પોલીસકર્મીએ રજીસ્ટ્રેશન નંબર વિનાની CNG રીક્ષા સાથે ચાલક કલ્પેશ ઉર્ફે રતાભાઇ કાળુભાઇ મકવાણા (ઉ.વ. 23, રહે. હાલ અરૂણોદયનગર, મૂળ રહે. જંક્શન પ્લોટ નજીક, રાજકોટ) મળી આવ્યો હતો. આ રીક્ષાના ચેસીસ નંબર તથા એન્જીન નંબર ઇ-ગુજકોપ પોકેટ કોપ મોબાઇલ એપ દ્વારા સર્ચ કરી જોતા રીક્ષાના રજીસ્ટ્રેશન નંબર જીજે-૦૧-ટીએફ-૫૫૮૨ હતા. ટેકનીકલ માધ્યમથી સંપર્ક કરતા આ રીક્ષા અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં તા. ૧૦/૧૧/૨૦૨૦ ના રોજ ગુન્હો રજીસ્ટર થયેલ છે. પોલીસે રીક્ષા સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી ચાલકને પકડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આમ, સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વણશોધાયેલ ગુન્હો મોરબી એસ.ઓ.જી. ટીમે શોધી કાઢેલ છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!