Friday, January 10, 2025
HomeGujaratટંકારા નજીકથી કતલખાને લઈ જવાતા ૧૧ ગૌવંશને બચાવી આરોપીઓને ટંકારા પોલીસ હવાલે...

ટંકારા નજીકથી કતલખાને લઈ જવાતા ૧૧ ગૌવંશને બચાવી આરોપીઓને ટંકારા પોલીસ હવાલે કરાયા

ટંકારા લતીપર ચોકડી પાસે ગઈકાલે સવારના સમયે જીવ દયા પ્રેમીઓએ શંકાસ્પદ હાલતમાં જતાં બોલેરો પિકઅપ વાહનોને ઉભો રાખી તપાસ કરતા અંદરથી ગેરકાયદે કતલખાને લઇ જવાતાં ૧૧ પશુઓને બચાવી ૩ શખ્સોને દબોચી લીધા હતા. અને ટંકારા પોલીસને સોંપવામાં આવ્યા હતા. જેને લઈ ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધ રી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા ગૌરક્ષકો ટીમને અને મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકના સભ્યોને બાતમી મળી હતી કે, 11 ગાય અને ગૌવંશને બોલેરો પીકપમાં ભરીને રાજકોટ મીતાણા તરફથી ગેરકાયદેસર કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી હિન્દુ યુવા વાહિની ટંકારા ગૌરક્ષકની ટીમ દ્વારા બોલેરો પીકપની GJ-12.BZ1948, GJ18.BV1868 તથા GJ 12BZ9312 ની ગાડી ગત તા.11-8-2023 સવારના સમયે મીતાણા બાજુથી ટંકારા બાજુ આવતા ટંકારા પાસે પસાર થતા તેને રોકવામાં આવી હતી અને તપાસ કરતાં બોલેરોમાં અલગ અલગ નિર્ણ પાણીની સુવિધા ન હોય અને કોઈ પણ પાસ પરમિટ વગર લઈ જવાતા હોય ગેરકાયદેસર કતલખાને લઈ જવાની બાતમી મળતા પશુઓ ગેરકાયદે લઈ જવાતો હોય તેથી ટંકારા ગૌરક્ષક જીવદયા પ્રેમી, મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી બોરીચા દ્વારા વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે GJ12BZ-1948 નંબરના બોલેરો પીકઅપના ડ્રાઇવર નિજામદિન મામદીન જત (રહે- નાનાલુણા તા.જી-ભુજ (કચ્છ)), GJ18BV-1868 નંબરના બોલેરો પીકઅપના ડ્રાઇવર રોમતુલા જુમન જત (રહે- નાનાલુણા તા.જી-ભુજ (કચ્છ)) તથા GJ12BZ-9312 નંબરના બોલેરો પીકઅપના ડ્રાઇવર રફીક હાજી ગફુર જત (રહે-બુરકલ તા.જી-ભુજ (કચ્છ)) વિરુધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, હરેશભાઈ ચૌહાણ, ચોટીલા અખિલ વિશ્વ ગૌશાલ પરિષદ દિલ્હીના ગૌરક્ષક દલસુખભાઈ (ચોટીલા), પ્રશાંતભાઈ, જીવ દયા ગૌરક્ષક પાર્થભાઈ ગૌરક્ષક મોરબી, દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા (જસદણ), આહીર જેકીભાઈ, ભરતભાઈ ગોગરા, હિતરાજસિંહ પરમાર, હર્ષભાઈ ટંકારા તથા ગૌરક્ષક જીવદયા પ્રેમી સંદીપભાઈ ડાંગર, સુરેશભાઈ ભરવાડ અને મોરબી ટંકારા ગૌરક્ષક ભાઈઓ હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!