મોરબીની એક સગીરાનું અપહરણ કરી છેલ્લા છ એક માસથી નાસતા ફરતા આરોપીને તથા ભોગબનનારને રાજસ્થાન રાજ્યના કોટા જીલ્લાના માયલા ગામ તા.રામગંજમંડી નિમાના રોડ ખાતેથી મોરબી AHTU ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી AHTU ટીમને ખાનગી રાહે માહીતી મળેલ હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુન્હાનો આરોપી મુકેશકુમાર કાલુરામ સુર્યવંશી (રહે.મુળ બાન્ડાહેડી ગામ તા.મોહનબડોદીયા જી.સાજાપુર (મધ્યપ્રદેશ)) એક સગીર વયની દિકરીને પાવડીયાળી કેનાલ પાસે આવેલ સુપરગ્રીસ નામના સીરામીક કારખાનામાંથી છ માસ પૂર્વે અપહરણ કરી ભગાડી ગયેલ છે. જે આરોપી મુકેશકુમાર કાલુરામ સુર્યવંશી તથા ભોગબનનાર રાજસ્થાન રાજ્યના કોટા જીલ્લાના રામગંજમંડી નિનામાં રોડ માયલા ગામે હોવાની માહીતી મળતા હકીકત વાળી જગ્યાએ મોરબી તાલુકા પો.સ.ઇ. એચ.એસ.તિવારી તથા AHTU ટીમને તપાસમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેઓ દ્વારા આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યા છે.