મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલની સુચના મુજબ હળવદ પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા ત્યારે તેઓએ બાતમીના આધારે બનાસકાંઠાના સરસ્વતી પોલીસ સ્ટેશનની હદમાંથી બાળાનું અપહરણ કરી ભગાડી જનાર ઈસમને ઝડપી પાડયો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓ પકડવા તત્પર હતા. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ કે.એમ.સોલગામાને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ધનાળા ગામ નજીક આવેલ વેલ્વીન સિરામીક નામના કારખાનામાં તપાસ કરતા સરસ્વતી પોલીસ સ્ટેશનનો બનાસકાંઠાના ભલગામમાં રહેતો આરોપી પિન્ટુજી છગનજી ઠાકોર તથા ભોગબનનાર મળી આવતા તેઓની પુછપરછ કરી આરોપી પોતે પાટણ જિલ્લાના મોટા નાયતા ભીલોડીયાપુરા ખાતેથી સગીર બાળાને ભગાડીને લઈને આવેલ હોવાની કબુલાત આપતા આરોપી પિન્ટુભાઈ છગનજી સબોસણા તથા ભોગબનનારને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં હળવદ પીઆઈ એમ.વી.પટેલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એમ.સોલગામા, દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા,ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, બીપીનભાઈ મંગળભાઈ પરમાર,તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા તથા મહિલા પોલીસ કોન્સટેબલ પુજાબેન શંકરભાઈ કણઝરીયા સહિતના જોડાયા હતા.