Wednesday, December 25, 2024
HomeGujaratવાંકાનેર પંથકના કારખાનામાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી ઝડપાયો

વાંકાનેર પંથકના કારખાનામાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એન્જો સીરામીક કારખાનામાં આશરે પાંચ માસ આગાઉ સગીરાનું અપહરણ કરી જનાર આરોપી અને ભોગબનનારને મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમેં દબોચી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકામાં આવેલ એન્જો સીરામીક કારખાનામાંથી સગીરાનું અપહરણ થતા આ અંગે પાંચેક માસ પહેલા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાઈ હતી. આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગબનનાર બન્ને હરયાણા રાજયના રોહતક જીલ્લાના સાંપલા બૈરી રોડ ઉપર મજુરી કામ કરતા હોવાની પોલીસને બાતમી મળતા મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમને તપાસમાં હરીયાણા ખાતે મોકલી હતી આ દરમિયાન આરોપી અલોકકુમાર કાલીસિંહ ભુમીહાર (ઉ.વ.૨૨ રહે . આઝમગઢ નાગવા, બીહાર) તથા ભોગ બનનાર બંન્નેને હરયાણા રાજયના રોહતક જીલ્લાના સાંપલા પોલિસ વિસ્તારમાથી સાંમપલા બૈરી રોડ ઉપર આવેલ શીવધર્મ કાંટાની બાજુના રહેણાંક ઓરડીઓમાંથી બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સર્કલ પીઆઇને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!