Tuesday, November 12, 2024
HomeGujaratઅમદાવાદથી સગીરાનું અપહરણ કરનાર મોરબીનો આરોપી ઝડપાયો

અમદાવાદથી સગીરાનું અપહરણ કરનાર મોરબીનો આરોપી ઝડપાયો

અમદાવાદ શહેર ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણનાં ગુનાનાં આરોપીને તથા ભોગ બનનારને શોધી કાઢતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરા, ડીવાયએસપી રાધીકા ભારાઈનાં માર્ગદર્શન હેઠળ પીઆઈ આઈ.એમ.કોંઢીયા દ્વારા મિલ્કત સબંધી તથા શરીર સબંધી બનાવો બનતા અટકાવવા તથા બનેલ ગુન્હા શોધી કાઢવા સુચના આપવામાં આવેલ જે અન્વયે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પો.સ્ટે વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા આ દરમ્યાન પોલીસને એક શંકાસ્પદ ઇસમ તથા એક છોકરી મળી આવતા બન્નેને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રવુતીથી પૂછપરછ કરતા મજકુર ઇસમ છોકરીને અમદાવાદ શહેર ગોમતીપૂર વિસ્તારમાંથી ભગાડી લાવેલ હોવાનું જણાવેલ હતું. જેથી, પોલીસે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરતા આ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આ મુજબનો દાખલ થયેલ હોવાનું જાણવા મળેલ જેથી, આ ગુનાનાં આરોપી કરણભાઇ સીંધાભાઇ બચુભાઇ સનુરા (ઉ.વ. 20, ધંધો મજુરી, રહે. સો ઓરડી, વરીયાનગર, મોરબી) તથા ભોગ બનનારને પોલીસ સ્ટેશને લાવી કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે.

આ કામગીરીમાં પો. હેડ કોન્સ. ઈમ્તિયાઝભાઈ જામ, કિશોરદાન ગઢવી, ક્રિપાલસિંહ ચાવડા, પો. કોન્સ. ભગીરથભાઈ લોખીલ, વનરાજભાઇ ચાવડા, દેવશીભાઈ મોરી સહિતનાઓ રોકાયેલા હતાં

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!